વડોદરા : સંસ્કારી નગરી વડોદરાને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ૬૦ વર્ષીય નરાધમે ૧૬ વર્ષીય સગીરાને બળજબરીથી બિલ્ડીંગના બેઝમેન્ટમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકવનારી ઘટના બની હતી.
આ મામલે આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. અને સાયન્ટીફીક કીટની મદદથી પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. એસીપીના જણાવ્યા અનુસાર, પીડિતા થોડાક મેન્ટલી ડિસેબલ છે. ઘટના બાદ આરોપીની સ્થાનિકો જોડે હાથાપાઇ થવાના કારણે તેને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જે બાદ તેને સારવાર અપાવી તેની ધરપકડ કરવામાં આવી છે. ઘટના અંગે ગોરવા પોલીસ મથકના પીઆઇ કિરીટ લાઠિયા વધુ તપાસ હાથ ધરી રહ્યા છે.
મીડિયા સાથેની વાતમાં એસીપી આર. ડી કવાએ જણાવ્યું હતું કે, ૨૪, ફેબ્રુઆરીના રોજ સાંજે ૫ – ૩૦ કલાકની આસપાસ ગોરવા પોલીસ મથક હદ વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ મથક દ્વારા ગંભીર નોંધ લઇને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી અશોક પરમારની સ્થાનિક લોકો જોડે હાથાપાઇ થઇ હતી. જેમાં તે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. બાદમાં તેની અટકાયત કરવામાં આવી છે. આ ઘટનામાં પીડિતા સગીર છે, જેથી પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે તપાસ ગોરવા પીઆઇ લાઠિયા ચલાવી રહ્યા છે.
આ કેસમાં સાયન્ટીફીક કીટનો ઉપયોગ કરીને પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. બનાવના સ્થળેથી ઓઇલની શીશી તથા અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે, તેનું પંચનામું કરવામાં આવ્યું છે. પીડિતા થોડાક મેન્ટલી ડિસેબલ છે, બંને નજીક નજીકમાં રહે છે. બંને એકબીજાના પરિચયમાં હતા. દુષ્કર્મ આચરનારની ઉંમર ૬૦ થી વધુ છે. પીડિતાની ઉંમર ૧૬ વર્ષ અને ૯ માસ છે. પીડિતા અભ્યાસ કરે છે, આરોપીની અટકાયત કરીને તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે. તેના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.