પ્રતિષ્ઠિત ન્યુ ઝિલેન્ડ ટુરિઝમ બિઝનેસ ક્વિન્સલેન્ડમાં એડવેન્ચર થ્રિલના ૬૦ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ક્વિન્સલેન્ડમાં ૬૦ વર્ષ પહેલાં પાણી ઉપર મુસાફરી માટે જેટ બોટ સાથે કાવારાઉ જેટ સર્વિસિસનું લોન્ચ થવું એ ન્યુ ઝિલેન્ડમાં ટુરિઝમને મજબૂત બનાવનાર મહત્વપૂર્ણ પરિબળ બન્યું હતું. વર્ષ ૧૯૫૮માં બોટિંગમાં હેમિલ્ટન જેટ બોટ ક્રાંતિકારી નવી સ્ટાઇળ હતી, જે અંતર્ગત પ્રથમવાર ગ્રાહકો કાવારાઉ ફોલ ડેમને પાર કરવા માટે જેટ બોટનો ઉપયોગ શરૂ કર્યો હતો.
પ્રત્યેક રાઇડ દીઠ ૫ શિલિંગ્સ સાથે હોલીડે મેકર્સે ટૂંક સમયમાં વધુ રોમાંચક પ્રવૃત્તિઓ શરૂ કરી અને ક્વિન્સલેન્ડની પ્રથમ એડવેન્ચર પ્રવૃત્તિ લોન્ચ કરાઇ, જે કાવારાઉ જેટ સર્વિસિસ (હવે કેજેટ તરીકે ઓળખાય છે) હતી, જે એડવેન્ચર ટુરિઝમમાં અગ્રેસર હોવા તરીકે પણ જાણીતું છે. ક્વિન્સટાઉન સ્થિત ક્રિશ્ચિયમ કેમ્પિંગ ટ્રસ્ટ માટે પ્રથમ ટ્રીપ ભંડોળ મેળવવા માટે ખુબજ સફળ સાબિત થઇ. તેમણે કામગીરીમાં રોકાણ કર્યું હતું.
લેક વાકાટીપુના ફ્રેન્કટન એન્ડ ઉપરથી કામગીરી શરૂ કરાયાં બાદ કંપનીએ વર્ષ ૧૯૬૦માં કામગીરીને ક્વિન્સલેન્ડ મેઇન ટાઉન પીઇર ખસેડવામાં આવી, જ્યાંથી અત્યારે પણ કામગીરી ચાલી રહી છે. ન્યુ ઝિલેન્ડના એન્જિનિયર વિલિયમ હેમિલ્ટન દ્વારા ડિઝાઇન કરાયેલી જેટ બોટની કલ્પના સાઉથ આઇલેન્ડ્સના પૂર્વીય વિસ્તારને પાર કરતી નદીના છીછરા ખડકાળ વિસ્તારને પાર કરવા માટે કરાઇ હતી. આજે પણ નદીનો એક્સપિરિયન્સ કરવા માટે તે શ્રેષ્ઠ સ્થળ છે તેમજ વોટર વે ઉપર હાઇ-સ્પીડ સ્પીન વિના ન્યુ ઝિલેન્ડની એડવેન્ચર ટ્રીપ અધુરી કહી શકાય.
કેજેટ કાવારાઉ અને શોટઓવર રિવર્સ સાથે ત્રણ ક્વિન્સટાઉ વોટર વેમાં કામગીરી ધરાવે છે, જે દરમિયાન પડકારજનક ખડક, છીછરા વિસ્તાર અને પાણીનો સામનો કરવાનો રહે છે. ૬૦ મીનીટની જેટ બોટ રાઇડ એક કલાકમાં ૯૫ કિમીની સ્પીડ, ૩૬૦ ડિગ્રી સ્પીન અને ૪૫ કિમીની મુસાફરીને આવરી લે છે.
રોલઓવર પ્રોટેક્શન પ્રદાન કરવા માટે જેટ બોટ ઉપર રોલ બાર્સનું અમલીકરણ કરનાર આ પ્રથમ કંપની છે. તમામ કમર્શિયલ જેટ બોટ માટે સુરક્ષાના ઉંચા માપદંડો નક્કી કરાયા છે, જેને પાલન કરવામાં આવે છે.
વર્ષ ૧૯૯૫માં પ્રથમ ટ્વીન-એન્જિન જેટ બોટ લોન્ચ કરાઇ હતી. કંપની પાસે ચાર યલ ટ્વિન-એન્જિન બોટ છે, જે ગરમી, આંચકા વગેરેથી મુસાફરોને સુરક્ષિત રાખે છે તથા ક્વિન્સટાઉનના ઠંડીના મહિનાઓમાં ગરમાવો પણ આપે છે. મીલફોર્ડ સાઉન્ડે વર્ષ ૨૦૧૧માં કાવારાઉ જેટ સર્વિસિસનો ૫૦ ટકા હિસ્સો ખરીદ્યો હતો અને કંપનીએ વર્ષ ૨૦૧૨માં કેજેટ નામ રાખ્યું છે.