મહારાષ્ટ્રના પુણેમાં પિંપરી ચિંચવડ ખાતે લોખંડનું હોર્ડિંગ પડતાં ૬ લોકોનાં મોત, ૩ લોકો ઘાયલ થયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મહારાષ્ટ્રના પુણેમાં એક ગંભીર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં પિંપરી ચિંચવડમાં એક હોર્ડિંગ પડી જવાથી ૫ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સુત્રો પરથી મળતી જાણકારી અનુસાર જોરથી પવન ફૂંકાવાને કારણે પિંપરી ચિંચવડમાં લોખંડનું હોર્ડિંગ પડી ગયું હતું. તેમની નીચે દટાઈને ૫ લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા. જેમાં ચાર મહિલાઓ સામેલ છે. આ દુર્ઘટના ગઈકાલે સાંજે  મુંબઈ-પુણે હાઈવે પર રાવત કિવલે વિસ્તારમાં સર્વિસ રોડ પર થઇ હતી. ગઈકાલે સાંજે અહીં અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. જેના કારણે કેટલાક લોકો હોર્ડિંગની નીચે આવેલ પંચરની દુકાન પર ઉભા રહી ગયા હતા. ત્યાં અચાનક જ હોર્ડિંગ પડી ગયું. જેને કારણે આ દુર્ઘટનામમાં ૫ લોકોએ જીવ ગુમાવ્યા છે.  પોલીસના જણાવ્યા અનુસાર ૫ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા છે.

Share This Article