૧૯૯૪માં મંદાકિની અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો એક સાથે ફોટો વાયરલ થયો હતો. અંડરવર્લ્ડ સાથે અભિનેત્રીના કનેક્શનને કારણે તેની કારકિર્દી ખતમ થઈ ગઈ. તે પછી મમતા કુલકર્ણીનું નામ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે જાેડાયું હતું. આ પછી તેનું નામ ડ્રગ્સ સપ્લાયમાં સામે આવ્યું. આ પછી તેને કામ મળતું બંધ થઈ ગયું. તે પછી મોનિકા બેદી ડોન અબુ સાલેમના પ્રેમમાં પડી ગઈ હતી. ડોન સાથે તેનું નામ જાેડાયા બાદ તેને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું હતું. આ પછી સોના મહાપાત્રાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. સિંગરે સલમાન ખાનને પણ ફટકાર લગાવી હતી. તેની અસર તેના કામ પર પણ પડી. તે પછી રેણુકા શહાણે કાળિયાર કેસમાં સલમાન ખાન વિરુદ્ધ બોલ્યા હતા. આ કારણે તેને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું. તે પછી અભિનેત્રી ઝીનત અમાન પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ હતો. જેના કારણે અભિનેત્રીની ઈમેજને ખૂબ જ નુકસાન થયું હતું. તે પછી વીરાના ફેમ અભિનેત્રી જાસ્મીન તેની પ્રથમ ફિલ્મથી જ રાતોરાત સ્ટાર બની ગઈ. રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીએ અંડરવર્લ્ડના ડરથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી.