Surat : ઉમરપાડામાં આભ ફાટ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા, 2 કલાકમાં 6.7 ઈંચ વરસાદ

Rudra
By Rudra 1 Min Read

6.7 inches of rain in 2 hours in Umarpada Surat Gujarat monsoon

Umarpada, Surat, Gujarat monsoon, Gujarat Weather Update, Gujarat Rain

રાજ્યમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આક્રમક રૂપ જોવા મળી રહ્યુ છે.

વહેલી સવારથી સુરત અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો જેમાં ઉમરપાડામાં આભ ફાટ્યું હોય તેમ લાગતું હતું. કારણ કે માત્ર 2 કલાકમાં 6.7 ઈંચ વરસાદ વરસ્યો હતો. વહાર ગામેથી પસાર થતી નદીમાં પાણીની ભારે આવક થઇ છે. નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. તાલુકાની વીરા નદીમાં પાણીની આવક થઇ છે. જે પછી નદી ગાંડીતૂર બની છે. પિનપુરથી દેવઘાટ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કોતરના પાણી રસ્તા પર ભરાતા લોકોને હાલાકી થઇ રહી છે.

Share This Article