હૈદરાબાદઃ આગામી મહિના સુધી ફાઈવ જી સર્વિસ પર પાંચ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરવાને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ જવાબદારી ટેક મહિન્દ્રાને સોંપવામાં આવી છે.
આગામી નાણાંકીય વર્ષથી ન્યુ જનરેશન નેટવર્ક પર મોટા પ્રોજેક્ટોને અમલી કરવા માટે આ તૈયારી શરૂ થઈ છે. કંપની બેકચેન ટેકનોલોજી મારફતે રેવેન્યુ તરીકે ૧૦૦ મિલિયન ડોલર ઉભા કરવાની યોજના ધરાવે છે. સપ્ટેમ્બર સુધી આ સ્કીમ લોન્ચ થઈ જશે.
ફાઈવ જી ટ્રાયલને લઈને ભારે આશાવાદની સ્થિતિ દેખાઈ રહી છે. એપ્રિલ-૨૦૧૯થી શરૂ થતા નાણાંકીય વર્ષમાં આને સંપૂર્ણપણે મોટા પ્રોજેક્ટમાં અમલી કરવામાં આવશે. ફાઈવ જી ટેકનોલોજીને લઈને દેશમાં મોબાઈલ સાથે જોડાયેલા કોરોબારી ઉત્સુક બનેલા છે.