ઇન્દુચાચા યાજ્ઞિકની પ્રતિમાને શ્રધ્ધા સુમન અર્પણ કરી ૫૮મા ગુજરાત ગૌરવ દિવસનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના ૫૮માં ગૌરવ દિવસ-સ્થાપના દિવસનો પ્રારંભ મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુચાચા યાજ્ઞિકની પ્રતિમા સમક્ષ શ્રધ્ધા સુમન અર્પણ કરીને કર્યો હતો.

વિજયભાઇ રૂપાણીએ શહીદ સ્મારક ખાતે જઇને પણ મહાગુજરાત ચળવળમાં પ્રાણ ન્યોછાવર કરનારા વીર શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.

આ વેળાએ અમદાવાદના મેયર ગૌતમભાઇ શાહ, ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ,  રાકેશભાઈ શાહ અને પદાધિકારીઓએ પણ ભાવાંજલિ આપી હતી.

Share This Article