કેન્દ્રમાં સરકાર બનાવી મોદી સરકારના કાર્યકાળને ૪ વર્ષ પુરા થવા જઇ રહ્યાં છે. આ સત્તા મેળવવા માટે મોદી સરકાર જનતાને અનેક વાયદાઓ કર્યા હતા. મોદી સરકાર રચાઇ પછી દેશભરમાં કેટલાંક લોકો સરકારના કાર્યથી ખુશ છે તો કેટલાંક લોકો અસંતુષ્ટ પણ છે. આ સમગ્ર વાતાવરણ વચ્ચે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મોદી સરકારના ૪ વર્ષના કાર્યકાળનો સર્વે કર્યો અને પરિણામ કેન્દ્ર અને બીજેપી માટે રાહત લઇને આવ્યું છે.
લોકલ સર્કલ જે એક કોમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેના દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે પ્રમાણે દર ૧૦ લોકોમાંથી ૬ લોકોએ માન્યુ છે કે મોદીએ પોતાના વાયદાઓ પૂર્ણ કર્યાં છે. પાકિસ્તાન વિરુદ્ધ ભારતે અપનાવેલી નીતિનું સમર્થન સર્વેમાં સમાવિષ્ટ ત્રણ ચતુર્થાંસ નાગરિકોએ કર્યું છે.
સર્વેના અહેવાલ પ્રમાણે ૨૮ ટકા લોકો માટે છે કે સરકાર અપેક્ષાઓ કરતા સારૂં કામ કરી રહી છે, ૨૯ ટકા નાગરિકો પ્રમાણે સરકાર અપેક્ષાઓ પૂર્ણ કરે છે, જ્યારે ૪૩ ટકા લોકોના મત પ્રમાણે મોદી સરકાર અપેક્ષા પ્રમાણે કામ કરી રહી નથી.
સર્વે પ્રમાણે આંતકવાદ સામેની નીતિને ૬૧ ટકા લોકો સમર્થન આપી રહ્યા છે, ૩૫ ટકા લોકોનું સમર્થન મળી રહ્યું નથી, જ્યારે ૪ ટકા લોકો તટસ્થ છે. મોદી સરકારના ૪ વર્ષના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર ઓછું થયું છે તે વિશે ૪૯ ટકા લોકો સમર્થન, ૪૪ ટકા અસમર્થન મળ્યું છે, જ્યારે ૪ ટકા લોકો આ બાબતે તટસ્થ રહ્યાં છે.
૩૨ ટકા નાગરિકોનું માનવું છે કે મહિલાઓ અને બાળકો પર થઇ રહેલા ગુન્હાઓમાં પાછલા ૪ વર્ષ દરમિયાન ઘટાડો થયો છે, જ્યારે ૫૮ ટકા નાગરિકો માને છે કે તેમાં કોઇ ઘટાડો થયો નથી.
રોજગારી વિશે મોદી સરકારના ૪ વર્ષના કાર્યકાળમાં બેરોજગારીમાં ઘટાડો થયાનો ૩૫ ટકા નાગરિકો સમર્થન આપી રહ્યા છે, જ્યારે ૫૪ ટકા નાગરિકો અસમર્થિત વલણ અપનાવ્યું છે. ૧૧ ટકા નાગરિકો તટસ્થ રહયાં છે.
લોકસભા ૨૦૧૯ની ચૂંટણી આવી રહી છે ત્યારે આ સર્વેના પરિણામો મોદી સરકારની ચિંતામાં વધારો કરી શકે છે. સર્વેમાં સમાવેશ થયેલા નાગરિકોની ફરિયાદ છે કે સંસદ પોતાના ક્ષેત્રમાં સમય આપી રહ્યાં છે.