અમદાવાદ: શહેરના શાહે આલમ વિસ્તારમાં જેમનો મજાર શરીફ આવેલો છે તે મહાન સુફી સંત હજરત સૈયદ મુહમ્મદ સીરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રહમતુલ્લાહ અલયહે) ના ૫૬૭માં ઉર્ષની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજરોજ માહે જમાદિલ આખિરનો ચાંદ થઈ જતા ઉર્ષના પડઘમ વાગવાની શરૂઆત થઈ ગઈ છે. જમાદિલ આખિરના ૧૫ ચાંદથી ૨૩ ચાંદ સુધી ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે. ચાંદ રાતે મગરીબની નમાઝ બાદ બુંદીના લાડુ વહેંચવાની વર્ષોની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ ખાસ ઉર્ષ નિમિત્તે અમેરિકા થી પધારેલા ઔલાદે હઝરત શાહેઆલમ હઝરત સૈયદ નાઝીમહુસેન બુખારી અને હઝરત સૈયદ અલ્તાફહુસેન બુખારી વગેરે વંશજોએ દરગાહ કમ્પાઉન્ડમાં આવેલા દિવાનખાના માં ઉપસ્થિત રહી ૫૦૦ કિલો લાડુ વહેંચ્યા હતા. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ઉપસ્થિત અકીદતમંદોએ લાડુ મેળવી ખુશી વ્યક્ત કરી હતી.
હઝરત શાહેઆલમના ઉર્ષ અગાઉ તેમના વંશજોએ 500 કિલો લાડુ વિતરિત કરાયા
By
Rudra
1 Min Read
