૫૦ વર્ષ પહેલા કોંગ્રેસે ગરીબો સાથે સૌથી મોટો વિશ્વાસઘાત કર્યો : વડાપ્રધાન મોદી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના અજમેર જિલ્લામાં પહોંચ્યા હતાં.ભાજપ સરકારના ૯ વર્ષ પુરા થવા પર મોદી સરકારની સિદ્ધીઓ જાહેર કરવાની યોજના બનાવવામાં આવી છે. પીએમ મોદીએ રાજસ્થાનમાં તેમની રેલીઓની શરૂઆત પુષ્કરથી કરી છે. અહીં તેમણે ૧૫ મિનિટ સુધી પૂજા કરી હતી. અજમેરમાં રેલી દરમિયાન રાજસ્થાન ભાજપના વડા સીપી જોશીએ પીએમ મોદીનું પાઘડી પહેરીને સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધન દરમિયાન દેવી અહિલ્યાબાઈ હોલકરને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. આ પછી પીએમ મોદીએ પોતાના ૯ વર્ષના કામો ગણાવતા વિપક્ષ પર પણ પ્રહારો કર્યા હતા.પીએમ મોદીએ કહ્યું હતું કે, તમે સૌ કોઈ ૨૦૧૪ પહેલા દેશની સ્થિતિથી વાકેફ છો. પહેલા મોટા શહેરોમાં દરરોજ હુમલા થતા હતા. સ્ત્રીઓ પર ઘણા અત્યાચારો થયા. વડાપ્રધાન ઉપર પણ એક સુપરપાવર હતી. અગાઉના ર્નિણયો જ નહોતા લેવામાં આવતા અને નીતિઓ જ જાણે તળિયાઝાટક થઈ જતી હતી.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ૨૦૧૪માં જનતાના એક વોટથી વિકાસ નક્કી થયો. તેનું જ પરિણામ છે કે, આજે સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થઈ રહી છે. આજે વિશ્વના જાણીતા નિષ્ણાતો કહી રહ્યા છે કે, આજે ભારત ‘અતિ ગરીબી’ નાબૂદ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આ પરિવર્તન એક વોટથી આવ્યું છે.કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાનું યથાવત રાખતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ૫૦ વર્ષ પહેલા કોંગ્રેસે આ દેશમાંથી ગરીબી દૂર કરવાની ગેરંટી આપી હતી. જે ગરીબો સાથે કોંગ્રેસનો સૌથી મોટો વિશ્વાસઘાત હતો.પીએમ મોદીએ અજમેરની રેલીમાં કહ્યું  હતું કે, કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના પણ ૯ વર્ષ પૂર્ણ થયા છે. ભાજપ સરકારના આ ૯ વર્ષ દેશવાસીઓની સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણ માટે સમર્પિત છે.

Share This Article