ભુજ : સંબંધોને શરમાવે તેવો અંજારનો કિસ્સો સામે આવ્યો છે. અંજાર તાલુકાના સતાપર ગામે ૫૦ વર્ષના આધેડ પુત્રએ પોતાની જ ૮૦ વર્ષની અશક્ત માતા પર દુષ્કર્મ ગુજાર્યું છે. આ ઘટના પ્રકાશમાં આવતા જ આખા પંથકમાં રોષ છવાયો છે. આ અંગે વૃદ્ધાની વહુએ પોતાના જેઠ સામે ફરિયાદ નોંધાવી છે. હાલ આ અંગે પોલીસે ગુનો નોંધીને આરોપી પુત્રની ધરપકડ કરી લીધી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ૫૦ વર્ષના અપરિણીત પુત્રએ પોતાની જ ૮૦ વર્ષની માતા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પુત્ર કામ ધંધો કરતો નથી અને દારૂની લત ધરાવે છે. આ નરાધમ પુત્રએ ગત ૨૭મી ફેબુ્રઆરીની રાતે ૧૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે માતાનાં રૂમમાં જઈને અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. જે બાદ આ નરાધમ પુત્ર એ માતા પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. માતાએ બુમાબુમ કરતા નાના પુત્રની પત્ની અને આસપાસના લોકો પણ આવી ગયા હતા. નાના ભાઈની પત્ની સાથે પાડોશીઓએ આવીને દરવાજો ખોલીને જોતા અંદરનો નજારો હચમચાવી નાંખે તેવો હતો. વૃદ્ધ મહિલાને માથા અને ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, નરાધમ પુત્ર અપરણિત છે. જે કોઈ કામધંધો કરતો નથી. કુટુંબ પરિવાર તેમજ સગા સબંધીઓ પાસેથી રૂપિયા માંગી દારૂ પીવાની ટેવ ધરાવે છે. અનેકવાર તે માતા પાસેથી પણ રૂપિયા માંગતો હતો. વૃદ્ધ માતાને અનેકવાર માર પણ મારતો હતો. હાલ અંજાર પોલીસ સ્ટેશને આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.