અમદાવાદ : આઇસીઆઇસીઆઇ બેંકે અમદાવાદમાં હેબતપુર રોડ પર તેની નવી શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું. શહેરમાં બેંકની આ ૫૦મી શાખા છે. આ શાખા એટીએમ સુવિધા પણ ધરાવે છે, જે ૨૪બાય૭ કાર્યરત રહેશે. અવધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કાંતિભાઈ પટેલ અને માતૃભૂમિ ડેવલપર્સનાં પાર્ટનર શ્રી શશિકાંત પટેલ દ્વારા બેંકની આ નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આઇસીઆઇસીઆઇબેંકનાં ગુજરાતનાં રિટેલનાં ઝોનલ હેડ શ્રી રાજેશ પટેલે જણાવ્યું હતું કે, બેંક ગ્રાહકોને વૈશ્વિક કક્ષાનાં બેંકિંગ સોલ્યુશન પ્રદાન કરવામાં હંમેશા મોખરે છે.
આ અમારી સફરમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને શહેરમાં વિસ્તૃત નેટવર્ક ગ્રાહકોનાં વિસ્તૃત સેગમેન્ટને સેવા આપવા પર અમારાં ધ્યાન કેન્દ્રિત કરવાનો પુરાવો છે. આ નવી શાખા હેબતપુરનાં વિકસતા વિસ્તારમાં લોકોને સેવા પૂરી પાડશે, જે નવા રહેણાંક સંકુલ, કોમર્શિયલ સેન્ટર અને મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ ધરાવે છે. આ શાખા વિસ્તારનાં ગ્રાહકોને બેંકિંગની રોજિંદી જરૂરિયાતોને પૂર્ણ કરવા સક્ષમ બનાવશે તથા મોર્ગેજીસ, અન્ય લોન અને રોકાણ જેવી ઉત્પાદન અને સેવાઓની રેન્જ માટે મુખ્ય કેન્દ્ર સ્વરૂપે કામ કરશે. શાખા સોમવારથી શુક્રવાર તેમજ મહિનાં પ્રથમ, ત્રીજા અને પાંચમા શનિવારે સવારે ૯.૩૦થી બપોરનાં ૪.૩૦ સુધી ખુલ્લી રહેશે. બેંક એકાઉન્ટ, ડિપોઝિટ અને લોનની વિસ્તૃત રેન્જ ઓફર કરશે, જેમાં સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટ, ટર્મ ડિપોઝિટ, ઓટો, હોમ, ગોલ્ડ, પર્સનલ અને બિઝનેસ લોન તેમજ ક્રેડિટ કાર્ડ સામેલ છે.
શાખા એનઆરઆઈ (બિનનિવાસી ભારતીયો) માટે લોકર સુવિધાઓ અને સેવાઓ પણ ઓફર કરે છે. આઇસીઆઇસીઆઇ બેંક તા.૩૧ માર્ચ, ૨૦૧૯નાં રોજ તેની કુલ ૪,૮૭૪ શાખાઓ અને ૧૪,૯૮૭ એટીએમ ધરાવે છે. જેમાંથી બેંક ગુજરાતમાં ૩૫૦ શાખાઓ અને ૮૫૦થી વધારે એટીએમ ધરાવે છે. આઇસીઆઇસીઆઇ બેંક શાખાઓ, એટીએમ, કોલ સેન્ટર, ઇન્ટરનેટ બેંકિંગ (ડબલ્યુડબલ્યુડબલ્યુ. આઇઆઇસીઆઇબેંક.કોમ) અને મોબાઇલ બેંકિંગની મલ્ટિ-ચેનલ ડિલિવરી દ્વારા મોટી સંખ્યામાં ગ્રાહકોને સેવા આપે છે.