સાયક્લોન મેનના નામથી જાણીતા રહેલા લોકપ્રિય મૃત્યુંજય મહાપાત્રા હવે ભારતીય હવામાન વિભાગની જવાબદારી સંભાળી ચુક્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચક્રવાત તોફાનની દ્રષ્ટિએ હવામાન વિભાગની આગાહી ખુબ સાચી સાબિત થઇ રહી છે જેના કારણે મોટી જાનહાનીને ટાળવામાં સફળતા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા હાલના વર્ષોમાં અનેક પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના કારણે આવનાર સમયમાં સ્થિતીમાં હજુ પણ વધારે સુધારો થનાર છે. મહાપાત્રાએ હાલમાં એક મુલાકાતમાં કહ્યુ હતુ કે આગામી પાંચ વર્ષોમાં કેટલાક ફેરફારો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવનાર છે.
જેના ભાગરૂપે સૌથી પહેલા તો ઓબ્જર્વેશન નેટવર્કને ખુબ વઘારી દેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવનાર છે. હાલમાં ૫૦-૫૦ કિલોમીટર પર આ વ્યવસ્થા છે. જેને ઘટાડીને ૨૫-૨૫ કિલોમીટર સુધી લાવી દેવાની યોજના છે. આ રીતે જે ડેટા આવશે તેનો ઉપયોગ અતિ આધુનિક હવામાન વિભાગની આગાહી કરનાર મોડલમાં ઉપયોગ કરવામાં આવનાર છે. આના માટે નવી ટેકનોલોજી વિકસિત કરવા પર કામ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે કોમ્યુટિંગ પાવરને વધારી દેવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ છે. હવામાન સંબંધિત કોઇ એવી ઘટના ન બને જે અંગે હવામાન વિભાગની પાસે માહિતી ન હોય. આ તમામ પાસા પર હવામાન વિભાગ હાલમાં કામ કરી રહ્યુ છે. હાલના વર્ષોમાં કેટલીક જગ્યાએ પુર અને કેટલીક જગ્યાએ દુકાળની સ્થિતી જોવા મળી રહી છે.
ગ્લોબલ વોર્મિગનો ખતરો ગંભીર બની રહ્યો છે કે કેમ તે અંગે પુછવામાં આવતા મહાપાત્રા કહે છે કે જળવાયુ પરિવર્તન વાજબી છે. ચિંતાની બાબત એ વખતે થઇ જાય છે જ્યારે માનવ નિર્મિત કારણોસર સમસ્યા વધે છે. છેલ્લા ૧૦૦-૧૫૦ વર્ષના ગાળામાં પૃથ્વીની સપાટીનુ તાપમાન જે રીતે વધી રહ્યુ છે તે ચોક્કસપણે ચિંતાની વાત છે. આને ગ્લોબલ વો‹મગ નામ આપી શકાય છે. જે માનવ નિર્મિત છે તે ખતરનાક છે. તમામ જગ્યાએ તેની અસર એક જેવી રહેતી નથી. વૈશ્વિક તાપમાનમાં ૧.૫ તો ભારતના તાપમાનમાં ૦.૬૬ ડિગ્રી સેલ્સિયસની સ્થિતી બદલાઇ રહી છે. ભારતની અંદર પણ અંતરની સ્થિતી જોવા મળે છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. જેથી ખતરો રહેલો છે. કૃષિ પણ વરસાદ પર આધારિત રહે છે. મોનસુન પર કોઇ અસર થઇ રહી છે કે કેમ તે અંગે પુછવાતામાં આવતા મહાપાત્રા કહે છે કે ભારતમાં જુનથી સપ્ટેમ્બર સુધી સરેરાશ વરસાદમાં કોઇ ફેરફારની સ્થિતી થઇ નથી. આ આઠથી ૮.૫ સેન્ટીમીટર સ્તર પર છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી રહ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારમાં વરસાદ ઓછો થઇ રહ્યો છે. રાજસ્થાનમાં વરસાદનુ પ્રમાણ વધી ગયુ છે. જ્યારે ઝારખંડમાં વરસાદનુ પ્રમાણ ઘટી ગયુ છે. મધ્ય ભારત જ્યાં રાજસ્થાન પણ છે. ત્યાં હળવો અને મધ્યમ વરસાદ ઘટી રહ્યો છે. સાથે સાથે ભારે વરસાદ પડવાની સ્થિતી વધી રહી છે. એટલે કે મોટા ભાગે ભારે વરસાદ થાય છે. હવામાન વિભાગ આને લઇને વધારે પાકી આગામી કરી શકે તે માટે સાધનો વિકસિત કરવામાં આવી રહ્યા છે. એકદમ તાજા હાલને લઇને લોકો ખુબ ઉત્સુક બનેલા છે. આને નાઉ કાસ્ટ કહેવામાં આવે છે.
કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન આનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૩૦ શહેરોમાં આની શરૂઆત કરવામાં આવી હતી. હવે દેશના ૬૦૫ શહેરો અને પ્રવાસી સ્થળો દર્શાવી રહ્યા છે કે આગામી ત્રણ કલાકમાં સંબંધિત વિસ્તારમાં આંધી તોફાન આવશે કે કેમ. વરસાદ થશે કે કેમ. ભારે વરસાદને લઇને પહેલા કરતા અંદાજ હવે વધારે યોગ્ય સાબિત થઇ રહ્યા છે. હવે ૭૨ ટકા વાસ્તવિકતાના આંકડા દેખાઇ રહ્યા છે. ફોલ્સ આર્મમાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૦થી ૩૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. આના કારણે તમામ રીતે ઉપયોગી કામ થઇ રહ્યા છે. સીઝનલ અથવા તો સમગ્ર સિઝનની આગાહીમાં વર્ષ ૧૯૮૦ બાદથી ખુબ સુધારા થઇ ચુક્યા છે. હવામાન વિભાગની આગાહી કરવાની રીત જુની છે. જા કે હવે હવામાન વિભાગની સ્થિતી સુધરી રહી છે. કારણ કે નવા નવા સાધનો પણ આવી રહ્યા છે. હજુ વધારે સચોટ આગાહી આગામી દિવસોમાં શક્ય બનશે.