કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દેશના ૨૦ ટકા સૌથી ગરીબ લોકોના ખાતામાં મહિને છ હજાર રૂપિયા જમા કરવાની ખાતરી આપી છે. જેના માટે નાણાં ઉભા કરવાને લઇને નિષ્ણાંતોમાં ચર્ચા છે. પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ, અને કલ્યાણકારી યોજનાઓને અડધી કરવા ઉપરાંત નાણાં ઉભા કરવાનો અન્ય એક વિકલ્પ જીએસટી પર ૫૦ ટકા સેસ લાગુ કરવાનો છે. વર્તમાનમાં જીએસટીથી ૧૧.૬ લાખ કરોડ રૂપિયા વર્ષે એકત્રિત કરવામાં આવે છે. ૫૦ ટકા સેસ લાગુ કરવાની સ્થિતીમાં ૫.૮ લાખ કરોડ રૂપિયા મળી શકે છે. આ ત્રણ રસ્તાથી ૧૬.૮ લાખ કરોડ રૂપિયાની આવક ઇ શકે છે. જેથી દેશના તમામ પરિવારોને ૩૬ હજાર રૂપિયા પ્રતિ વાર્ષિક આપવા માટે ૧૦.૯ લાખ કરોડ રૂપિયા આપવાની વ્યવસ્થા થઇ જશે.
ફ્રાન્સના વૈશ્વિક આર્થિક નિષ્ણાંતે કહ્યુ છે કે વૈશ્વિક સ્તર પર આર્થિક અસમાનતા સતત વધી રહી છે. અમીરો પર ટેક્સ લાગુ કરીને આ અસમાનતાને દુર કરી શકાય છે. આ બાબત યોગ્ય છે પરંતુ જા ઇન્કમ ટેક્સના દરો વધારી દેવામાં આવશે તો અમીર લોકો ભારતમાંથી પલાયન કરી જશે. જેથી આ ઉપાયથી તો બચવાની જરૂર છે. હવે એક સામાન્ય પરિવાર પર ત્રણ ટેક્સ પ્રભાવની વાત કરવામાં આવે તો ૨૦૦ લટર પ્રત વર્ષ પેટ્રોલના વપરાશ પર છ હજાર રૂપિયા પ્રતિ વર્ષ વધારાનો બોજ પડશે. કલ્યાણકારી યોજનાને બંધ કરવાની સ્થિતીમાં તેમને ૧૫ હજાર રૂપિયા જે હાલમાં મળી રહ્યા છે તેનાથી લોકો વંચિત રહી જશે. જીએસટી સેસની અસર આશરે ૧૭ હજાર રૂપિયા પ્રતિ વર્ષ થશે. આ રીતે આ ટેક્સને વધારી દેવાથી ૩૬ હજાર રૂપિયા વર્ષે ખર્ચ કરવાના રહેશે. જ્યારે તેમને ૩૬ હજાર રૂપિયા ચુકવવા પડશે. જેથી આની સામે કેટલીક અડચણો દેખાઇ રહી છે. આ યોજના યોગ્ય છે પરંતુ આને ગરીબ સુધી મર્યાદિત કરવાના બદલે દેશના તમામ પરિવારને આવરી લેવામાં આવે તે જરૂરી છે.