IIM અમદાવાદમાં સતત ત્રીજા વર્ષે ફીમાં ૫ ટકાનો વધારો  

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વિશ્વની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલમાં સામેલ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)-અમદાવાદનો ૫૩મો પદવીદાન સમારોહ શનિવારે યોજાયો હતો.

આ સમારોહ બાદ આઇઆઇએમ – અમદાવાદના ડિરેક્ટર એરોલ ડી’સોઝાએ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (પીજીપી), પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટના કોર્સની ફીમાં ૫ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. જેની સાથે જ આ બે વર્ષના આ બંને કોર્ષની ફી હવે રૂપિયા ૨૧ લાખ થઇ ગઇ છે. આ ફી વધારો ૨૦૧૮-૧૯ના સત્રથી અમલી ગણવામાં આવશે.

આઇઆઇએમ-અમદાવાદ ફીમાં વધારો કરવામાં આવ્યો હોય તેવું સતત ત્રીજા વર્ષે બન્યું છે. અગાઉ ૨૦૧૬ના વર્ષમાં રૂપિયા ૧૮.૫૦ લાખમાંથી રૃપિયા ૧૯.૫૦ લાખ, ૨૦૧૭ના વર્ષમાં રૂપિયા ૧૯.૫૦ લાખમાંથી રૂપિયા ૨૧ લાખ ફી કરવામાં આવી હતી. હવે ૨૧ લાખમાંથી ફી વધારીને રૂપિયા ૨૨.૦૫ લાખ કરી દેવામાં આવી છે. આમ, ગયા વર્ષે આઇઆઇએમ-અમદાવાદની ફીમાં ૭.૫%નો જ્યારે આ વખતે ૫%નો વધારો કરવામાં આવ્યો છે.

 

Share This Article