મુંબઈ: છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૬૫૪૨૬.૧૬ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન સૌથી વધુ વધારો થયો છે છતાં માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ હજુ પ્રથમ ક્રમાંક ઉપર છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહના ગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, હિન્દુસ્તાન યુનિલીવર, આઈટીસી અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં તેજી રહી હતી જ્યારે એચડીએફસી બેંક, એચડીએફસી, એસબીઆઈ, કોટક મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં ઘટાડો રહ્યો છે.
ટીસીએસની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહના ગાળામાં ૪૧૯૧૪.૧૩ કરોડ વધીને ૭૬૨૦૧૫.૫૨ કરોડ થઇ ગઇ ગઇ છે જ્યારે ઇન્ફોસીસ અને એચયુએલની માર્કેટ મૂડી ક્રમશઃ ૧૧૫૧૧.૩૯ કરોડ અને ૯૩૬૨.૧૧ કરોડ વધી ગઈ છે. આઈટીસીની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૧૯૬૯.૯ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આરઆઈએલ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમ ઉપર છે. તેની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં વધીને ૭૯૦૬૨૧.૮૧ કરોડ થઇ ગઇ છે. બીજી બાજુ એચડીએફસીની માર્કેટ મૂડીમાં નોંધપાત્રરીતે ઘટાડો થયો છે. તેની માર્કેટ મૂડી ૫૮૫૪.૩૩ કરોડ રૂપિયા ઘટીને ૩૩૩૧૮૮.૩૧ કરોડ થઇ છે.
આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડી ૧૬૫૭.૯૩ કરોડ રૂપિયા ઘટીને ૨૨૮૩૬૧.૭૫ કરોડ થઇ ગઇ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં પણ છેલ્લા સપ્તાહમાં જારદાર ગ્ટ્ઠાબડા પડી ગયા છે. તેની માર્કેટ મૂડી ઘટીને ૨૪૦૦૦૬.૮૨ કરોડ થઇ ગઇ છે. એસબીઆઈની માર્કેટ મૂડી ૮૪૭.૮૩ કરોડ ઘટીને નીચી સપાટી ઉપર પહોંચી છે. ટોપ રેંકિંગની વાત કરવામાં આવે તો આરઆઈએલ પ્રથમ ક્રમાંક પર છે જ્યારે ટીસીએસ બીજા ક્રમાંક ઉપર છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન સેંસેક્સ ૪૪૩ પોઇન્ટ ઉછળીને ૩૬૪૬૯ની સપાટીએ રહ્યો હતો.