બજારમાં નવા નવા ગેજેટ લાવવા માટેની સ્પર્ધા મોટી કંપનીઓ વચ્ચે ચાલી રહી છે. ગ્રાહકોની માંગને ધ્યાનમાં લઇને નવી નવી ટેકનોલોજી સાથે ઉપકરણ લાવવામાં આવી રહ્યા છે. ગેજેટની દુનિયામાં પણ આવી જ સ્થિતી રહેલી છે. હવે ભવિષ્યમાં એવા પ્રકારના ફોન બજારમાં આવનાર છે જેને જોઇને ભલ ભલા લોકો ચોંકી ઉઠશે. કદાચ તમે પણ આવી સુવિધા સાથેના સ્માર્ટ ફોનને જોઇને ચોંકી ઉઠશો. હાલમાં મોબાઇલ ફોન બનાવતી કંપનીએ બાર્સેલોનામાં આયોજિત એક મિટિંગમાં એવો સ્માર્ટ ફોન રજૂ કર્યો હતો જેની પાછળની બાજુ પાંચ કેમેરા લાગેલા છે.
૧૨ મેગાપિક્સલના આ તમામ કેમેરા અલગ અલગ રીતે કામ કરે છે. ફ્લેશ અને ડેપ્થ સેન્સર પણ તેમાં લાગેલા છે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે એક કેમેરામાં કેપ્ચર થનાર લાઇટથી તે ૧૦ ગણા વધારે પ્રમાણમાં લાઇટ કેપ્ચર કરશે. આ પ્રકારના ફ્યુચર સ્માર્ટ ફોન કેમેરા અને ફોટો પાડવાના રસિયાઓ માટે વધારે ફાયદાકારક રહેશે. આ પ્રકારના ફોનનો ક્રેઝ પણ જોવા મળી શકે છે. કારણ કે આ પાંચ કેમેરા ધરાવતા સ્માર્ટ ફોનમાં અન્ય સ્માર્ટ ફોન કરતા વધારે સારા પરિણામ મળી શકશે. એક સાથે પાંચ કેમેરાના મોબાઇલ ફોનના કારણે ત્યારથી જ ચર્ચા જોવા મળી રહી છે. આગામી સમયમાં આ ફોનને માર્કેટમાં મુકવા માટેની પણ તૈયારી કરી લેવામાં આવી છે.