અંડમાન દ્વીપ પર સવારે ભૃંકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા સવારે ૮.૯ મિનિટે અનુભવાયા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૬ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે ૧૦ કીમી જણાયું છે. આ ઘટનાથી કોઇ જાનમાલનું નુક્શાન થયુ નથી તે રાહતના સમાચાર આપે છે.
આ ભૂકંપ અફધાનિસ્તાન-તજાકિસ્તાનની સીમા પર આવ્યો હતો. તેની અસર અંડમાનમાં જોવા મળ હતી. ભારતીય હવામાન વિભાગના ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર મુજબ આ ભૂકંપની આંચકા જમ્મૂ-કાશ્મીર, ઉત્તર રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ અનુભવાયા હતા. ભૂકંપ જમીનની નીચે ૧૦ કિમીની ઉંડાઇએ હાવાથી કોઇ જાનહાનિ થઇ નથી. આ પહેલા હિંદ કુશમાં ૩૧ જાન્યુઆરીએ આવેલા ભૂકંપના આંચકાનો અનુભવ ઉત્તર ભારતમાં જોવા મળ્યો હતો.