ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય સમારંભ દેહરાદૂન ખાતે યોજાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દિલ્હીઃ ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારંભ (આઈડીવાઈ-૨૦૧૮)નો મુખ્ય કાર્યક્રમ ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે આયોજીત કરવમાં આવશે.

આયુષ મંત્રાલયમાં સચિવ વૈધ રાજેશ કોટેચાએ જાહેરાત કરી છે કે ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ ઉજવણી થનાર ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મુખ્ય કાર્યક્રમ સામૂહિક યોગ પ્રદર્શનના સ્થળના રૂપમાં ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનની પસંદગી કરવામાં આવી છે.

આ મુખ્ય કાર્યક્રમ સંબિંધત તૈયારીઓ શરૂ કરવા માટે કોટેચા હાલમાં દેહરાદૂનમાં છે. આ સંદર્ભમાં કોટેચાની સાથે-સાથે સંયુક્ત સચિવે ઉત્તરાખંડ સરકારના મુખ્ય સચિવ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સામૂહિક યોગ પ્રદર્શનના આયોજન સંબંધિત વિવિધ વ્યવસ્થાઓ પર ચર્ચા કરવામાં આવી.

Share This Article