અમદાવાદઃ ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’, ‘ઇન્ડિયા ફર્સ્ટ’, ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘બ્રાન્ડ ઇન્ડિયા’ પહેલમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા તથા દેશની ઇન્ડસ્ટ્રીને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ વિશાળ તકો હાંસલ કરવામાં તથા તેમની ક્ષમતાઓ વિસ્તારવામાં મદદરૂપ બનવાના ઉદ્દેશ્ય સાથે આગામી ૫, ૬ અને ૭ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ શહેરના એઇએસ ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસીય એન્જી એક્સપોની ચોથી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે અંબાલાલભાઇએ જણાવ્યું હતું કે, “અમે પ્રદર્શકો અને સહભાગીઓ માટે બ્રાન્ડ વેલ્યુ તૈયાર કરવામાં, પ્રોડક્ટ માર્કેટને સપોર્ટ કરવામાં તથા ઉદ્યોગોની સ્પર્ધાત્મકતામાં વધારો કરવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. આ એક્ઝિબિશનમાં દેશભરની કંપનીઓ ભાગ લેશે તથા તે વિવિધ એમએસએમઇને તેમની ક્ષમતાઓ પ્રદર્શિત કરવામાં તથા નવીન તકો હાંસલ કરવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ઉપરાંત પ્રદર્શકોની પ્રોડક્ટ્સનું રેકો‹ડગ કરીને તેને વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર રજૂ કરવામાં આવશે, જેથી તેઓ પ્રોડક્ટ્સની પહોંચને વિશાળ સમુદાય સુધી પહોંચાડવા માટે સક્ષમ બનશે.”
એન્જી એક્સપોની ચોથી આવૃત્તિમાં મુખ્યત્વે પ્લાસ્ટિક, રબર, વેલ્ડીંગ, કટીંગ, પ્રિન્ટિંગ, વેઇંગ, પેકેજીંગ, ઇલેક્ટ્રિકલ, પાવર ટુલ, ઓટોમેશન, ઇલેક્ટ્રોનિક્સ, મશીન ટુલ્સ, વુડ વ‹કગ, કન્સ્ટ્રક્શન, સોલર ઇક્વિપમેન્ટ્સ, મટિરિયલ હેન્ડલિંગ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી સહિતના અત્યંત મહત્વપૂર્ણ ઉદ્યોગોને આવરી લેવાયા છે, જેમાં તેઓ પોતાની પ્રોડક્ટ્સ અને ઇનોવેશનને રજૂ કરશે તથા કારોબાર વિસ્તરણ માટેની સંભાવનાઓ તપાસશે. એક્સપોમાં ૩૦૦થી વધુ પ્રદર્શકો-સહભાગીઓ ભાગ લેશે તેવી શક્યતા છે.
ઉદ્યોગો તરફથી એન્જી એક્સપોની અગાઉની ત્રણ આવૃત્તિને પ્રાપ્ત થયેલા સકારાત્મક પ્રતિસાદ તથા સફળતા બાદ આ વખતે ત્રણ દિવસીય એક્સપો વધુ વિશાળ રહેશે. મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત લેશે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે એન્જી એક્સપો એક્ઝિબિશન અને ટ્રેડ-ફેર ક્ષેત્રે પ્રતિષ્ઠિત બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે અને પરિણામે એન્જીનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટેની સમગ્ર વેલ્યુ ચેઇનમાં તે રાષ્ટ્રીય સ્તરે સ્વિકૃતિ પ્રાપ્ત કરી રહ્યું છે. મેગા એન્જી એક્સપોની અગાઉની આવૃત્તિમાં દેશભરના ૨૫૦થી વધુ પ્રદર્શકો-સહભાગીઓએ ભાગ લીધો હતો તથા મોટી સંખ્યામાં બિઝનેસ વિઝિટર્સની ઉપસ્થિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ભારતની કંપનીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરે તથા તેમના ઇનોવેશન, પ્રોડક્ટ્સને પ્રદર્શિત કરવા મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડીને તેમની વૃદ્ધિને બળ આપવાના હેતુસર એન્જીએક્સપોનું આયોજન કરાઇ રહ્યું છે. આનાથી કંપનીના માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટની સાથે-સાથે તેમની સ્પર્ધાત્મકતાને પણ બળ મળશે અને તેઓ એક છત નીચે નવા ક્લાયન્ટ્સને પણ મેળવીને વૃદ્ધિને આગળ ધપાવી શકશે. એન્જી એક્સપો અસરકારક માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટ માટે એક્ઝિબિટર્સને જરૂરી રિસર્ચ વર્ક પણ ઓફર કરે છે.