છેલ્લી લોકસભા ચૂંટણીની સ્થિતીને ધ્યાનમાં લેવામાં આવે તો મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ટીએમસીની સ્થિતી ખુબ મજબુત દેખાય છે. જો કે ત્યારબાદ છેલ્લા સાડા ચાર વર્ષના ગાળામાં સ્થિતી ખુબ બદલાઇ ગઇ છે. બંગાળમાં જે ૪૨ સીટો રહેલી છે તે પૈકી છેલ્લી લોકસભા ચૂંટણીમાં મમતાની પાર્ટી ટીએમસીને ૩૪ સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસને ચાર અને ભાજપને બે સીટો મળી હતી. સીપીએમને પણ બે સીટો મળી હતી. ડાબેરીઓ તો હવે બંગાળમાં ધીમે ધીમે ખતમ થઇ રહ્યા છે. કોઇ સમયમાં બંગાળમાં ડાબેરીઓનુ પ્રભુત્વ હતુ. જા કે મમતા બેનર્જીના ઉદય બાદ ડાબેરીઓની હાલત કફોડી બની ગઇ છે.
છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં તૃણમુળ કોંગ્રેસની મત હિસ્સેદારી ૩૯.૮ ટકા રહી હતી. કોંગ્રેસની મત હિસ્સેદારી ૯.૭ ટકા રહી હતી. સીપીએમન મતહિસ્સેદારી ૨૩ ટકા રહી હતી. ભાજપની મતહિસ્સેદારી ૧૭ ટકા રહી હતી. જ્યારે અન્ય પાર્ટીઓની મત હિસ્સેદારી ૧૦.૫ ટકા રહી હતી. મત હિસ્સેદારીની દ્રષ્ટિથી પણ જાવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની સ્થિતી રાજ્યમાં ધીમે ધીમે મજબુત બની રહી છે. ભાજપ પ્રમુખ અમિત શાહ સતત બંગાળમાં ડેરા જમાવી રહ્યા છે. પાર્ટના કાર્યકરોને સતત માર્ગદર્શન આપી રહ્યા છે. કેટલાક અસંતુષ્ટોને પાર્ટીને લાવવામાં આવ્યા છે.
બંગાળમાં લોકપ્રિયતા ધરાવનાર સભ્યોની શોધ ચાલી રહી છે. ખાસ કરીને ફિલ્મી કલાકરો અને સ્પોર્ટસમેનની શોધ ચાલી રહી છે. જેના આધાર પર ભારતીય જનતા પાર્ટી મમતાના ગઢમાં જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે. મમતા બેનર્જી હાલમાં જે પ્રકારનુ વલણ અપનાવી રહ્યા છે તેના કારણે સામાન્ય લોકોમાં તેમને લઇને નારાજગી છે. સાથે સાથે જ્યારે લોકસભાની ચૂંટણી આવનાર છે ત્યારે મોદી ઝંઝાવતી પ્રચાર પણ બંગાળમાં કરનાર છે. આવી સ્થિતીમાં આ વખતે મમતા બેનર્જી માટે પડકારો સરળ નથી.