નવા વર્ષથી ૪ નિયમો બદલાઈ જશે, ૩૦ ડિસેમ્બર પહેલા તમામ કામ પુરા કરી લો..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

૧ જાન્યુઆરી, ૨૦૨૪ ની તારીખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ તારીખથી દેશમાં ઘણા નિયમો બદલાશે. નવા નિયમોમાં ઈન્કમ ટેક્સ રિટર્ન, સિમ કાર્ડ, ડીમેટ એકાઉન્ટ અને બેંક લોકર સંબંધિત નિયમો સામેલ છે. ચાલો આ દરેક વિશે જાણીએ. નવા નિયમ બાદ તમારા મોબાઈલ સિમ કાર્ડ સંબંધિત નિયમો બદલાઈ જશે. જાન્યુઆરીથી ગ્રાહકને કોઈપણ મેસેજ મોકલતા પહેલા તેની મંજૂરી લેવી પડશે. સરકારે ટેલિકોમ કંપનીઓને ડિજિટલ KYC કરવા કહ્યું છે. જેમ તમે સિમ કાર્ડ લેવા જશો, તમારી વિગતો બાયોમેટ્રિક્સ એટલે કે તમારા અંગૂઠા દ્વારા ચકાસવામાં આવશે. કરદાતાઓ વ્યવસાય વર્ષ ૨૦૨૨-૨૩ માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરી શકશે નહીં. પેનલ્ટી ફી સાથે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ છે. જે લોકો સમયમર્યાદા પહેલાITR ફાઈલ નથી કરતા તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકોને આદેશ આપ્યો છે કે તેઓ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં લોકર કરારની નવીકરણ પ્રક્રિયા પૂર્ણ કરે. ખાતા ધારકોએ નવા બેંક લોકર કરાર પર હસ્તાક્ષર કરવા પડશે. નવો કરાર નવા વર્ષથી અમલમાં આવશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ હાલના ડીમેટ ખાતાધારકો માટે નોમિનેશનની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ કરી છે. જાે તમે આમ નહીં કરો તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે.

TAGGED:
Share This Article