મંદિરમાં ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ૪ લોકોનાં મોત, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ચાર લોકોના મોત થયા હતા અને લગભગ ૯ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. રાનીપેટ જિલ્લાના નેમિલીની બાજુમાં કિલીવેડી વિસ્તારમાં મંડિયામ્મન મંદિર માયલર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભયાનક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં ક્રેન અચાનક પડી જતા જોવા મળી રહી છે ઘટના રાત્રે લગભગ ૮.૧૫ વાગ્યે બની હતી. પોલીસે જણાવ્યું કે પીડિતોની ઓળખ કે.કે. મુથુકુમાર (૩૯), એસ. ભૂપાલન (૪૦) અને બી. જ્યોતિ બાબુ (૧૭), જ્યારે અન્ય મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારના સેંકડો લોકો નેમિલીના મંડી અમ્માન મંદિરમાં ઉત્સવ માટે એકઠા થયા હતા. આ અકસ્માત માયલેરુમાં એક કાર્યક્રમ દરમિયાન થયો હતો, જ્યાં લોકોએ ક્રેન દ્વારા મંદિરની મૂર્તિઓને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આ ભીષણ ઘટના બની હતી અને તેમાં ક્રેન ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. ઈન્ડિયા પોસ્ટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અકસ્માતમાં એક બાળકી સહિત લગભગ ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને પુન્નઈ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અરક્કોનમ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે ક્રેનની આસપાસ ૧૫૦૦ જેટલા શ્રદ્ધાળુઓ હાજર હતા. નેમિલી જિલ્લા કલેક્ટર સુમાથી, ગ્રામ વહીવટી અધિકારી મણિકંદન અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

Share This Article