સુરત : વર્ષના અંતિમ દિવસે શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના હજીરા વિસ્તારમાં આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં આગ લાગી હતી, આ આગમાં કુલ ૪ લોકોના મોત થયા હતા.
સુરતમાં વર્ષના અંતિમ દિવસે બનેલી આગની ઘટના હવે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ મુદ્દે કંપની દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે,”હજીરાની કામગીરીમાં સાધનસામગ્રીની નિષ્ફળતાને કારણે કોરેક્સ પ્લાન્ટમાં અકસ્માતની જાણ કરતાં અમને દુઃખ થાય છે. સાંજે લગભગ છ વાગ્યે શટડાઉન કર્યા પછી યુનિટને ફરીથી શરૂ કરતી વખતે આ અકસ્માત થયો હતો. એક ખાનગી કંપનીના ચાર કોન્ટ્રાક્ટ કામદારો નજીકની લિફ્ટ પર જાળવણી કરતી વખતે તેમાં ફસાઈ ગયો હતો અને એક કર્મચારીને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેને તાત્કાલિક પ્લાન્ટ પરિસરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની હાલત છે સુધારો.
કંપનીએ એમ પણ કહ્યું કે, “અમે અસરગ્રસ્ત કર્મચારીઓના પરિવારોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યા છીએ. તમામ ઇમરજન્સી પ્રોટોકોલ તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા હતા અને વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.” કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં આગ કેવી રીતે લાગી તે અંગે કંપની અને પોલીસ તપાસ કરી રહી છે જેમાં 4 કામદારોના મોત થયા છે. સુરત નજીક હજીરામાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં મંગળવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 4 કામદારોના મોત થયા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે અકસ્માતની પુષ્ટિ કરી છે. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા ના પ્લાન્ટમાં આગ લાગી હતી. સળગતા કોલસો પ્લાન્ટના એક ભાગમાં અચાનક ફેલાઈ ગયો હતો, જેના કારણે આગ ફેલાઈ ગઈ હતી. કોરેક્સના પ્લાન્ટમાં ઇન્સ્ટ્રૂમેન્ટ ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હતો.