વિદેશ જવા માટે ગુજરાતીઓના જાત-જાતના કિમિયા અને કૌભાંડ સમયાંતરે સામે આવતાં હોય છે. આવી જ એક ચોંકવાનારી ઘટના ગુજરાતી યુવાનો સાથે અમેરિકામાં બનતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. આ સાથે જ અમેરિકા મોકલવાનું કૌભાંડે ફરી એકવાર ચર્ચા જગાડી છે.
નદીમાં બોટ મારફતે કેનેડાથી અમેરિકા જઇ રહેલા ચાર ગુજરાતી યુવકો ઝડપાયા હતા. જે બાદ તેઓ (આઈ.એ.એલ.ટી.એસ)માં ૮ બેન્ડ છતાં ઇંગ્લિશ ન બોલી શકતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યો છે. આ ચારેય ગુજરાતી યુવાનો પહેલા કેનેડા અને કેનેડાથી અમેરિકા નદીમાં બોટમાં મારફતે જઇ રહ્યા હતા, ત્યારે તેમની ઝડપી લઇ તપાસ કરવામાં આવી હતી. પકડાયેલા યુવકોને અમેરિકાની કોર્ટમાં રજૂ કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કોર્ટમાં રજૂ કરતા કાર્યવાહી દરમિયાન આ યુવકો અંગ્રેજી બોલી શક્યા નહોતા.
ચોંકાવનારી વાત એ છે કે, (આઈ.એ.એલ.ટી.એસ)માં ૮ બેન્ડ હોવા છતાં યુવાનો અંગ્રેજીમાં વાત કરી શક્યા નહોતા. ૮ બેન્ડ વાળા યુવકો અંગ્રેજી ન બોલી શકતા ભાંડો ફૂટી ગયો હતો. જે બાદ હવે (આઈ.એ.એલ.ટી.એસ)માં ૮ બેન્ડ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અમેરિકા જઇ રહેલા યુવાનો મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના હોવાનું જાણવા મળી રહ્યું છે. ૮ બેન્ડ પર અમેરિકા પહોંચેલા વિદ્યાર્થીઓ પટેલ ધ્રુવ રસિકભાઈ, પટેલ નીલ અલ્પેશકુમાર, પટેલ ઉર્વીશ શૈલેષભાઈ, પટેલ સાવન રાજેન્દ્રકુમાર અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમેરિકન એમ્બેસી એ મુંબઈ એમ્બેસીને જાણ કર્યા બાદ મહેસાણા પોલીસને જાણ કરાઇ હતી. જે બાદ મહેસાણા એસપીએ એસઓજી પોલીસને તપાસ સોંપતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. (આઈ.એ.એલ.ટી.એસ) પરીક્ષા અને એજન્ટોની તપાસ કાર્યવાહી હાથ ધરાઇ છે. અંગ્રેજી ન આવડતું હોવા છતાં ૮ બેન્ડ કેવી રીતે આવ્યા તે અંગે પોલીસ દ્વારા તપાસ કરાઇ રહી છે.