જમ્મુ કાશ્મીરને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોનો હવે અંત આવી ગયો છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં કલમ ૩૭૦ અને ૩૫એને દુર કરવાની જાહેરાત કરીને જમ્મુકાશ્મીરના તમામ રાજકીય પક્ષોને ચોંકાવી દીધા છે. કલમ ૩૭૦ની નાબુદીની સાથે જ જમ્મુ કાશ્મીરને મળેલા ખાસ રાજ્યના દરજ્જાનો પણ અંત આવી ગયો છે. હવે જમ્મુ કાશ્મીર અને લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. મોદી સરકારના આ નિર્ણયથી સમગ્ર દેશમાં ભારે ઉજવણી કરવામાં આવી રહી છે. આટલો મોટો નિર્ણય કોઇ રાતોરાત થઇ શકે તેમ નથી .સ્વાભાવિક છે કે સમગ્ર પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વસનીય ટીમ આ કામમાં લાગેલી હતી. લાંબા સમયથી આ ટીમ ગુપ્ત રીતે ઓપરેશન પર કામ કરી રહી હતી. ફેરફારની પટકથા લખવામાં આવી રહી હતી. માહોલ તૈયાર કરી રહી હતી. ગુપ્તતા એટલી રાખવામાં આવી હતી કે પોખરણની યાદ તાજી થઇ ગઇ છે. આ વખતે પણ પોખરણની જેમ સમગ્ર વિશ્વ ચોંકી ઉઠ્યુ છે.
ફેંસલામાં કેટલાક લોકોની ભૂમિકા ચાવીરૂપ રહેલી છે. જે ટીમ કામ કરી રહી હતી તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી વિશ્વાસપાત્ર ટીમ હતી. મોદીએ રાજનીતિમાં એન્ટ્રી કરવાની સાથે જ કાશ્મીરનુ સપનુ જાયુ હતુ. આ જ કારણ છે કે તેઓએ કલમ ૩૭૦નો વિરોધ કરીને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની સાથે એકતા યાત્રા કરી હતી. સાથે સાથે ૧૯૯૨માં લાલ ચોક પર તિરંગો ધ્વજ લહેરાવી દીધો હતો. એનડીએ-૨ આવતાની સાથે જ તેમના નજીકી અમિત શાહને મોટી જવાબદારી સોંપી દેવામાં આવી હતી. તેમને ગૃહ પ્રધાન તરીકેની જવાબદારી સોંપી દેવામાં આવી હતી.
તેમને સંપૂર્ણપણે કાશ્મીર પર સક્રિય કરી દેવામાં આવ્યા હતા. પરિણામ હવે તમામની સામે છે. પુલવામાના લેથપોરામાં કરવામાં આવેલા હુમલા બાદ મોદીએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે બલિદાન બેકાર જશે નહીં. સલાહકાર કે વિજય કુમારની પણ આમાં મોટી ભૂમિકા રહેલી છે. કે વિજય કુમાર એનએસએ અજિત દોભાલના સૌથી નજીકના વિશ્વાસુ પૈકી રહ્યા છે. મોટા ઓપરેશનને સફળ રીતે પાર પાડવામાં તેમની હમેંશા ભૂમિકા રહી છે. વર્ષ ૧૯૯૮થી ૨૦૦૧ વચ્ચે આઇજી બીએશએફ રહીને શ્રીનગરમાં એ વખતે કામ કર્યુ હતુ જ્યારે ત્રાસવાદી ગતિવિધી ચરમસીમા પર હતી. જુન ૨૦૧૮માં સલાહકાર નિમાયા હતા. અનુભવનો ઉપયોગ કરીને કાશ્મીરની નીતિને સમજવામાં તેમની ભૂમિકા નિર્ણાયક રહી હતી. રણનિતી તૈયાર કરવામાં તેમની ભૂમિકા રહી હતી. આજે પરિણામ મળ્યા છે. વર્ષ ૨૦૦૪માં ચંદન ચોર વિરપ્પને લાંબી રણનિતી બનાવીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં તેમની રણનિતી હતી. ત્યારબાદ તેમની ગણતરી સારા રણનિતીકાર તરીકે થતી હતી. રો પ્રમુખલ સામંત ગોયલની પણ ભૂમિકા રહી છે.
વર્ષ ૧૯૯૦માં પંજાબમાં જ્યારે ત્રાસવાદી પ્રવૃતિ ચરમસીમા પર હતી ત્યારે તેમની ભૂમિકા નિર્ણાયક રહી હતી. આઇબી પ્રમુખ અરવિન્દ કુમારની પણ ભૂમિકા રહેલી છે. મોદીના પ્રધાનમંડળમાં જે પ્રધાનોની સીધી ભૂમિકા હતી તેમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન જયશંકરનો સમાવેશ થાય છે. અમિત શાહ પ્રથમ દિવસથી કાશ્મીરને લઇને સક્રિય રહ્યા હતા. એકપછી એક તમામ ટોપ બેઠકો યોજી હતી. સીબીઆઈ, એનઆઇએ અને અન્ય કાર્યવાહી જોરદાર કરવામાં આવી હતી. પાકિસ્તાન સાથે દરેક પ્રકારની ગતિવિધી પર બ્રેક મુકી હતી. અલગતાવાદીઓની કમરતોડી નાંખવામાં આવી હતી.
કેટલાક એનજીઓ બંધ કરાવી દીધા હતા. ત્રાસવાદીઓને એટલી હદ સુધી તોડી પાડ્યા હતા કે જ્યારે શાહ શ્રીનગર પહોંચ્યા ત્યારે બજારો પણ બંધ કરાવી શક્યા ન હતા. મોદીના સૌથી વિશ્વસનીય પૈકી એક તરીકે સફળ ભૂમિકા અદા કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની પણ નિર્ણાયક ભૂમિકા રહી છે. એલઓસી પર તમામ ગતિવિધીને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. સરહદ પર ભારે તૈનાતીના કારણે ઘુસણખોરી રોકાઇ ગઇ છે. સીયાચીન અને અગ્રીમ ચોકીઓ પર જઇને જવાનોને પ્રોત્સાહિત કરતા રહ્યા છે. વિદેશ પ્રધાન જયશંકરની પણ ખાસ ભૂમિકા રહી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પના નિવેદનને જોરદાર રીતે ફગાવી દીધા બાદ ચર્ચામાં રહ્યા હતા. આશિયાન બેઠક અને અમેરિકા સાથે વાતચીત દરમિયાન ભારતનુ વલણ બિલકુલ સ્પષ્ટ કર્યુ હતુ.