બોલિવિયાના પોટોસી વિસ્તારમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર થઈ જતાં ૩૭ લોકોના જીવ હોમાઈ ગયા જ્યારે અન્ય ૩૭ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ભયાનક અકસ્માત ઉયુની અને કોલચાની વચ્ચે હાઈવે પર સર્જાઈ હતી. અધિકારીઓએ કહ્યું કે બે બસ વચ્ચે ટક્કર થઈ હતી. એક બસના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા રોંગ સાઈડમાં ઘૂસી ગયો હતો જેના પરિણામે ભયાનક ટક્કર થઇ હતી.
જ્યાં આ અકસ્માત સર્જાયો છે તે ઉયુની સાલાર દે ઉયુનીનો એન્ટ્રી ગેટ મનાય છે જે પર્યટકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે અને ૧૦૦૦૦ કિ.મી.થી વધુ અહીં દુનિયાના સૌથી મોટા મીઠાંના અગરિયા આવેલા છે. પોલીસે આ મામલે જણાવ્યું કે ૩૯ લોકોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.