સેરિડોન સહિતની ૩૫૦ દવા ઉપર આખરે પ્રતિબંધ લદાયો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી: માથાના દુખાવા અને અન્ય શરીરના દુખાવા માટે આડેધડ લેવામાં આવતી કેટલીક દવા સહિત કુલ ૩૫૦ દવા પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે ફિકસ્ડ ડોઝ કોમ્બિનેશનની દવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. જે દવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં કેટલીક એવી દવા છે જે સામાન્ય લોકો કોઇ પણ દુખાવો થવાની સ્થિતીમાં તરત જ ખરીદી લેતા હતા. સામાન્ય ઉપયોગમાં આડેધડ દવા લેવામા આવી રહી હતી.

ફટાફટ આરામ મેળવી લેવાના ઇરાદામાં આ પ્રકારની દવા સૌથી વધારે વેચાઇ રહી હતી. હવે તેના પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા બાદ આ પ્રકારના દવાના બનાવટ અને વેચાણ પર રક રહેશે. નિયમોની સાથે ચેડા કરનારને દંડ કરવામાં આવશે. જે દવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે તેમાં સેરિડોન, વિક્સ એક્શન ૫૦૦ અને અન્ય દવાનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની દવાના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા માટેની માંગ ઉઠી રહી હતી. આખરે આ દવાના ઉપયોગ પર પ્રતિબધ મુકી દેવાં આવ્યો છે. આામી દિવસોમાં અન્ય ફિક્સડ ડોઝની કોમ્બિનેશન વાળી દવા પર પણ તવાઇ આવી શક છે.

સરકાર દ્વારા દવા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કેટલીક દવાને લઇને વ્યાપક ફરિયાદ ઉઠી રહી હતી. જે દવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે પૈકી મોટા ભાગની દવાઓ પેઇન કિલર તરીકે વધારે ઉપયોગ આવે છે. જેમાં સેરિડોન અને વિક્સ ૫૦૦નો સમાવેશ થાય છે. તબીબો વારવાર કહેતા રહે છે કે નિષ્ણાંત લોકોની સલાહ વગર કોઇ પણ પ્રકારની દવાનો ક્યારેય ઉપયોગ કરવો જાઇએ નહી. પરંતુ આધુનિક ભાગદોડની લાઇફમાં વ્યક્તિ સમય બચાવી લેવા માટે કોઇ પણ પ્રકારની દવાનો ઉપોયગ કરે છે અને વહેલી તકે આરામ આવી જાય તેવા પ્રયાસ કરે છે.

તબીબો પાસે જવુ ન પડે તેવા પ્રયાસ કરવામાં આવે છે. સામાન્ય લોકોના સંબંધમાં તબીબો કહે છે કે સિઝનમાં કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટે લોકો આડેધડ તબીબોને પુછ્યા વગર દવાનો ઉપયોગ કરે છે. કેટલીક વખત બિનજરૂરી દવા લેવામાં આવે છે. જેના કારણે ખતરનાક રિએક્શન પણ થઇ શકે છે. આ રિએક્શનની સ્થિતીમાં તબીબોને પણ મુશ્કેલી થાય છે. તબીબો માને છે કે કોઇ પણ દવાનો ઉપયોગ યોગ્ય તબીબી સલાહ અને તેમના સુચન મુજબ કરવાની જરૂર હોય છે. દવાના ઉપયોગને લઇને સામાન્ય લોકો અને તબીબોમાં હમેંશા ચર્ચા રહે છે. દવા બનાવતી કંપનીઓ પણ વધારે કમાણી કરવા માટે એવી દવા બનાવે છે જે વ્યક્તિને વહેલી તકે આરામ આપે છે. ફિક્સ્ડ કોમ્બિનેશનની દવા દર્દીઓ અને સામાન્ય લોકો માટે ખતરનાક હોય છે. માત્ર ભારતમાં જ નહીં બલ્કે દુનિયાના મોટા ભાગના દેશોમાં આ પ્રકારની દવા પર પ્રતિબંધ છે. મોટા ભાગની દવા માથાના દુખાવા, પેટમાં દુખાવા, ઝાડા ઉલ્ટી માટે લેવામાં આવે છે. કોરેક્સ અને અન્ય પ્રકારની દવા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ડિકોલ્ડ અને હાર્ટ સાથે સંબંધિત કેટલીક દવા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સામાન્ય લોકો તરફથી હજુ સુધી આ મામલે કોઇ પ્રતિક્રિયા મળી નથી.

Share This Article