34 ઇંચના વરરાજા અને 33 ઇંચની લાડીના અનોખા લગ્ન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઉત્તરપ્રદેશના ગોરખપૂરમાં એક અનોખા લગ્ન થયા છે. આ લગ્નને અનોખા એટલા માટે કહેવામાં આવી રહ્યા છે કે, લગ્ન કરનાર જોડુ સાવ અનોખુ છે. વરરાજાની હાઇટ 34 ઇંચ અને દુલ્હનની હાઇટ 33 ઇંચ છે. આમ બંનેની હાઇટ લગભગ 3 ફૂટથી નીચેની છે. બંનેએ સાત ફેરા લઇને લગ્નજીવનની શરૂઆત કરી છે.

વરરાજાનું નામ સુનિલ પાઠક છે અને તેમની ઉંમર 44 વર્ષ છે. તેમણે સંસ્કૃતમાં પી.એચ.ડી કરી છે. જ્યારે દુલ્હન સારિકા મિશ્રા કે જમની ઉંમર 36 વર્ષની છે. સારિકા ગ્રેજ્યુએટ છે. બંનેનો પરિવાર તેમના આ બાળકો માટે ચિંતીત હતો કે આમના લગ્ન ક્યારે થશે. ડો. સુનિલે જણાવ્યુ હતુ કે તેઓ 6 ભાઇ છે અને તેમનો ત્રીજો નંબર છે. બાકી બધા જ ભાઇના લગ્ન થઇ ચૂક્યા છે. જ્યારે તેમની હાઇટ નાની હોવાથી તેમના લગ્ન નહોતા થઇ રહ્યા.

સુનિલે લગ્નની આશા જ છોડી દીધી હતી. ત્યારે એક છોકરીનુ માગુ આવ્યુ. તે પણ તેમના જેવી જ હતી. જેથી સુનિલે લગ્ન માટે હા કરી દીધી હતી. બીજી તરફ સુનિતા પણ આ લગ્નથી ખુબ ખુશ છે. તેમને વિશ્વાસ હતો કે એક દિવસ કોઇ આવશે અને તેમના લગ્ન થશે. ભાઇ આ અનોખા લગ્નથી બંને પરિવારના સદસ્યો ખુબ ખુશ છે.

Share This Article