અમદાવાદ : શહેરનાં ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ડીટેઈન કરેલ વાહનો રાખેલા હતા ત્યાંજ અચાનક વાહનોમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જે બાદ તાત્કાલીક ફાયર બ્રિગ્રેડને આ બાબતે જાણ કરતા ફાયર બ્રિગ્રેડ ઘટના સ્થળે પહોંચી આગ લાગેલ વાહનો પર પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની જાણ ઓઢવ પોલીસને થતા પોલીસકર્મચારીઓ પણ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ કેવી રીતે લાગી તે બાબતે તપાસ શરૂ કરી હતી.
આ ઘટના બાબતે ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, રિંગરોડ પર ઓઢવ પોલીસ સ્ટેશનની સામે બ્રિજની નીચે વાહનોમાં આગ લાગી છે. જેથી તાત્કાલિક ધોરણે ઓઢવ ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બ્રિજની નીચે પડેલાં ટૂ-વ્હીલર અને ગાડીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અને તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લઈ લીધી હતી. આગ લાગતાંની સાથે ઓઢવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બહાર દોડી આવ્યો હતો. ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આ આગના બનાવમાં બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાહનોમાં આગ લાગયાની જાણ ઓઢવ ફાયર બ્રિગ્રેડને થતા ફાયર બ્રિગ્રેડને જવાનો યુદ્ધનાં ધોરણે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીદી હતી. ૩૪ વાહનોમાં આગ લાગી હતી. જેમાંથી ૨૨ વાહનો ડિટેઈન કરેલ અને ૧૧ પાર્ક કરેલ વાહનોમાં આગ લાગી હતી. ઓઢવ પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ હાથ ધરી છે.