AMCને અત્યાર સુધી ૧૩.૪૪ કરોડની અધધ આવક થઈ
અમદાવાદ : પતંગ પ્રેરિત ડિઝાઈનથી રૂપિયા ૭૪ કરોડના ખર્ચે બનેલ અટલ બ્રિજનું આકર્ષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. સરદાર બ્રિજ અને એલિસબ્રિજ વચ્ચે બનાવવામાં આવેલ આ ફૂટ ઓવર બ્રિજ અત્યારે લોકો માટે નવું સ્પોટ બની ગયું છે. જેના કારણે તંત્રને અત્યાર સુધી ૧૩.૪૪ કરોડની અધધ આવક થઈ છે. અટલ ફૂટ ઓવરબ્રિજની પાસે ફ્લાવર પાર્ક આવેલો હોવાથી સાબરમતી રિવરફ્રન્ટ તરફથી ખાસ ઓફર જાહેર કરવામાં આવી છે. જેમાં અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની મુલાકાત માટે ૪૦ રૂપિયામાં ટિકીટ મળે છે. જેના કારણે કોર્પોરેશનને મોટી આવક થઈ છે. જાન્યુઆરી ૨૦૨૪માં કુલ ૬૯૧૯ લોકોએ અટલ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી. આ પેટે તંત્રને રૂપિયા ૧.૨૬ લાખની આવક થઈ.. મહત્વનું છે કે ૨૭ ઓગસ્ટ ૨૦૨૨ના દિવસે પીએમ મોદીએ અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યુ હતું. જેનાથી ૯ કરોડ ૪૯ લાખ ૨૫ હજાર ૭૧૫ રૂપિયાની આવક થઈ છે. જ્યારે કોમ્બો એટલે કે અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની વાત કરીએ તો કુલ ૪૪ લાખ ૬૧ હજાર ૩૧૯ લોકોએ મુલાકાત લીધી. અને તેનાથી તંત્રને ૧૩.૪૪ કરોડની આવક થઈ. અમદાવાદની સાબરમતી નદી પર આવેલ આ આઇકોનિક પેડેસ્ટેરીયન બ્રિજ એટલે અટલ ફુટ ઓવર બ્રિજ કદાચ દેશનો પ્રથમ બ્રિજ છે. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જાેડતા અટલ ફુટ ઓવર બ્રિજ ૨૭ ઓગષ્ટના રોજ દેશના પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ફુટ ઓવર બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે. તે ગ્લાસ ફુટ ઓવર બ્રિજ, સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે. સદર આઇકોનીક બ્રિજ રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે. આ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી તરીકે ઓળખાશે. બ્રિજ પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડના વચ્ચે પ્લાઝમાંથી થઇ પૂર્વ કાંઠે બનનાર એક્ઝિબિશન, કલ્ચરલ, આર્ટ સેન્ટરને જાેડાશે. બ્રિજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટ ટ્રાફિક વગર શાંતિથી માણી શકાશે.
ક્રિકેટ જગતના દિગ્ગજ કપિલ દેવે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી વડોદરા : અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ...
Read more