છેલ્લા ૨ વર્ષમાં મુન્દ્રા પોર્ટ પરથી ૩,૧૧૪ કિલો ડ્રગ્સ ઝડપાયું ; કેન્દ્રીય ગૃહ મંત્રાલય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાતમાં નશાનો વેપલો વધતો જઇ રહ્યો છે. જેની જાણકારી રાજ્યસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સામે આવી છે. રાજ્યસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સૌથી મોટી જાણકારી સામે આવી છે. કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સને લઇને વિગતો સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે માહિતી આપી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યુ છે કે છેલ્લા ૨ વર્ષમાં મુન્દ્રા પોર્ટ પરથી ૩,૧૧૪ કિલો ડ્રગ્સ ઝડપાયું છે. તો છેલ્લા ૨ વર્ષમાં સુરક્ષા એજન્સીઓ ૪ દરોડા પાડ્યા હતા. જેમાં ૨૧ હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. સાથે જ મ્યાનમાર, ઇરાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાથી ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનો ખુલાસો થયો છે.

Share This Article