અમદાવાદ: અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૫ દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૬૬૫, કમળાના ૪૩૪, ટાઈફોઈડના ૪૩૫ અને કોલેરાના ૩૧ કેસ સપાટી પર આવ્યા છે. આવી જ રીતે મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં ૨૫ દિવસના ગાળામાં સાદા મેલેરીયાના ૧૪૪૯, ઝેરી મેલેરીયાના ૨૪૩, ડેંગ્યુના ૯૫ અને ચીકનગુનિયાના ૬ કેસ નોંધાયા છે. જેના પરિણામ સ્વરુપે તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે.
ઓગસ્ટ-૨૦૧૭ દરમિયાન લોહીના લેવામાં આવેલા ૧૫૨૯૮૦ નમૂનાની સામે ૨૫ ઓગસ્ટ ૨૦૧૮ સુધીમાં ૮૬૪૯૪ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. આવી જ રીતે ઓગસ્ટ ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૫૬૪૨ સિરમ સેમ્પલ સામે ૨૫ ઓગસ્ટ ૨૦૧૮માં હજુ સુધી ૨૮૩૮ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. ઓગસ્ટ ૨૦૧૮માં શાહપુર, ખાડીયા, અસારવા-૨, નરોડા, કુબેરનગર, ઇÂન્ડયા કોલોની, સરખેજ-૨, થલતેજ, નિકોલ, રામોલ, અમરાઈવાડી-૨, વિરાટનગર, વટવા-૩, ઇન્દ્રપુરી-૨, ઇસનપુર, લાંભા-૩, દાણીલીમડા, વાસણા-૨ એમ મળીને કોલેરાના ૩૧ કેસ નોંધાયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થવિભાગ દ્વારા રોગચાળાના અટકાયતી પગલા રુપે પાણીના મુખ્ય સ્ત્રોત અને ઘરમાંથી ચાલુ માસ દરમિયાન ૩૦૦૬૭ રેસિડેન્ટલ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. ચાલુ માસમાં ૯૧૪૦૫૦ ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે તથા હાઈરિસ્ક વિસ્તારો અને કેસ નોંધાયેલા હોય તેવા વિસ્તારમાંથી ચાલુ માસમાં ૨૫૪૯ પાણીના સેમ્પલ બેક્ટોરિયલ લોજીકલ ટેસ્ટ માટે લવામાં આવ્યા છે. મોબાઇલ મેડિકલ વાન મુકીને સ્થળ ઉપર સારવારની કામગીરી થઇ છે ફુટ સેફ્ટી દ્વારા માસમાં ૨૨૨ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. ૧૪૧૧૮ કિલો અખાદ્ય પદાર્થોનો જથ્થો નાશ કરાયો છે.