નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરનાર છે. મોદીએ પોતાના ભાષણને લઇને લોકો પાસેથી જરૂરી સુચનો માંગ્યા હતા. તેમની આ પહેલ પર દેશના જુદા જુદા ભાગોમાંથી સુચનો સાથે પત્રો મળ્યા છે.
હજુ સુધી આશરે ૩૦ હજારથી વધારે સુચનો પીએમઓને મળ્યા છે. લોકોએ માય ગોવ ડોટ ઇન અને નમો એપ તેમજ ઇ મેલ મારફતે સુચનો કર્યો છે. ગ્રામીણ વિસ્તારોમાંથી પણ બે હજાર પત્રો આવ્યા છે. ૫૦ સુચનોને મોદી પસંદ કરશે જેને ભાષણમાં સામેલ કરવામાં આવનાર છે. મોદીને સૌથી વધારે સુચન નોકરીને લઇને આવ્યા છે. અનામતના મુદ્દા પર કોઇ એવી પહેલ કરવા માટે કેટલાકે સુચન કર્યા છે જેમનાથી કોઇને કોઇ તકલીફ ન પડે. તેમના ભાષણ પર તમામની નજર રહેશે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		