નવી દિલ્હી : આધુનિક સમયમાં સોશિયલ મિડિયાની બોલબાલા વધારે દેખાઇ રહી છે. લોકસભા ચૂંટણીમાં પણ તેની બોલબાલા સ્પષ્ટપણે જોઇ શકાય છે. સોશિયલ મિડિયા મારફતે મતદારો વધારે ખેંચાઇ રહ્યા છે. વર્ષ ૨૦૧૪ની તુલનામાં આ વખતે સોશિયલ મિડિયાનો ઉપયોગ વધારે કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૩૦ ટકા કરતા પણ વધારે વોટર સોશિયલ મિડિયાથી પ્રભાવિત રહે છે. ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં સૌથી વધારે પ્રમાણમાં રાજકીય વિડિયો નિહાળવામાં આવે છે.
યુઝર્સના ઓનલાઇન બિહેવિયર જોઇને તેને સોશિયલ મિડિયા પર પાર્ટીની વિચારધારા સાથે સંબંધિત પોસ્ટ અને વિડિયો મોકલી દેવામાં આવે છે. આંકડા દર્શાવે છે કે ભારતમાં ૯૦ કરોડથી વધારે મતદારો રહેલા છે. ૫૪ કરોડ એવા મોબાઇલ યુઝર રહેલા છે જેમના મોબાઇલ અને વોટ્સ એપ એકાઉન્ટ રહેલા છે. ૨૭ કરોડ વોટર વોટરના સોશિયલ મિડિયા મારફતે ઉપયોગ કરવામાં આવે છે. અંદાજમાં કહેવામાં આવ્યુ છે કે ૨૭ કરોડ મતદારો સોશિયલ મિડિયાથી પ્રભાવિત રહ્યા છે.
રાજકીય પક્ષો અને તેમની સોશિયલ મિડિયાની ટીમ ટેકનોલોજીનો ભરપુર ફાયદો લઇ રહી છે. રાજકીય પક્ષો અને નતા હવે મતદારો સુધી પહોંચી જવા માટે સોશિયલ મિડિયાની ભૂમિકાને સારી રીતે સમજી ચુકી છે. આ જ કારણ છે કે આ સામાન્ય ચૂંટણીમાં સોશિયલ મિડિયાઅને મોબાઇલ એપ્સ મારફે રાજકીય પોસ્ટ અને વિડિયો મતદારો સુધી પહોંચાડી દેવામાં આવે છે. આ વિડિયો માત્ર મતદારોને જ પ્રભાવિત કરી રહ્યા નથી બલ્કે દેશમાં કુલ ૯૦ કરોડ મતદારો પૈકી ૩૦ ટકા મતદારો પર સીધી રીતે અસર કરી રહ્યા છે. ડિજિટલ માધ્યમની તાકાતને ભારતીય જનતા પાર્ટીએ તો વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં જ સમજીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. ઉત્તરીય રાજ્યોમાં પાર્ટીની પાસે ૨૫ હજારથી વધારે વોટ્સ એપ ગ્રુપ છે. સોશિયલ મિડિયા યુઝરોનો ઉપયોગ કરવાના મામલે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને અન્ય પાર્ટી કરતા ખુબ આગળ છે. કોંગ્રેસે પણ તાકાત વધારી દીધી છે. કોંગ્રેસે પણ હવે તાકાત વધારી દેવાની પ્રક્રિયા શરૂ કરી છે.