એસટી નિગમના ફિક્સ પગારવાળા કર્મચારીઓને ૩૦ ટકા વધારો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે, રાજ્ય સરકારનાં નાણા વિભાગ દ્વારા મંજુરી અપાઈ
ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના ફિક્સ પગારવાળા કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પેના કર્મચારીઓને ૩૦ ટકા વધારો આપવાની જાહેરાત કરાઈ હતી. નાણા વિભાગ દ્વારા એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને આ ૩૦ ટકા વધારો આપવાની મંજૂરી આપી દીધી છે. નાણા વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી નિગમના ફિક્સ પે ના કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો ર્નિણય કર્યો હતો. ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ ર્નિણય લેવામાં આવ્યો હતો. આ ર્નિણયથી ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.

Share This Article