સુરત : આગાહીને પગલે સુરતમાં ગઈકાલે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અવિરત વરસાદથી હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તેવી આગાહી કરી હતી. આગાહીને પગલે સુરતમાં ગઈકાલે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અવિરત વરસાદથી હોસ્પિટલો, ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. શાળાએ જતા બાળકો ફસાઈ ગયા હતા. સામાન્ય વરસાદમાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી. સ્માર્ટ સિટીના દાવા પોકળ સાબિત થયા હતા.
અપર એર સર્ક્યુલેશનનાં કારણે વડોદરા, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી, સાબરકાંઠામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના કેટલાય વિસ્તારો થોડીવાર માટે ભીંજાઈ ગયા હતા. ગાજવીજ સાથે વરસાદ વરસતા આગામી દિવસોમાં ખેલૈયાઓની નવરાત્રી બગડે તો નવાઈ નહીં. બુધવાર સાંજથી 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા કેટલાય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, હોર્ડિંગ્સ પડી ગયા હતા. વડોદરામાં જ્યુબિલીબાગ સહિતનાં અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા પડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ફાયર વિભાગે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી, જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. ચાર દરવાજા વિસ્તાર, એમ.જી રોડ, નવાબજાર, રાવપુરા, નિઝામપુરા રોડ, ચોખંડી થી વિહાર સિનેમા, નોવીનો સર્કલ થી મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ, માંજલપુર ઈવા મોલ, વડસર કાંસા રેસીડેન્સી સહિતનો વિસ્તાર, ખોડિયાર નગરથી સરદાર એસ્ટેટ સુધીનો રસ્તો, નટુભાઈ સર્કલ વગેરે સ્થળોએ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે.