અમદાવાદ: અમદાવાદમાં રાજપથ ક્લબ ખાતે શુક્રવાર ૬થી ૮ જુલાઇ સુધી યોજાનાર ત્રિ-દિવસીય પેજ-૩ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન સિઝન- ૪ને ખુલ્લી મૂકવામાં આવી છે. આ એક્ઝિબિશન ઓર્ચિડ ઇવેન્ટ્સ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. એક્ઝિબિશનમાં ફેસ્ટિવલ તથા વેડીંગ કલેક્શનની વિશાળ શ્રેણી જોવા મળશે.
ભારતભરમાંથી અનેક ડિઝાઇનરો આ ત્રણ દિવસીય એક્ઝિબિશનમાં ઉપસ્થિત રહ્યાં છે. એક્ઝિબિટર્સમાટે આ એક અનોખુ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યુ છે.
પેજ–૩ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનના પાયલ જોષીએ કહ્યું કે, ‘‘આ એક અનોખુ એક્ઝિબિશન છે, અમદાવાદમાં આ એક્ઝિબિશન છેલ્લાં દસ વર્ષથી કરવામાં આવે છે.. અહીં ભારતભરમાંથી એક્ઝિબિટર્સ આવેલા છે – અમદાવાદ, વડોદરા, રાજકોટ, કોલકાત્તા, જયપુર, બેંગ્લોર, પંજાબ, સુરત, દિલ્હી, બિહાર, નાગપુર, મુંબઈના ડિઝાઇનરો ઉપસ્થિત રહ્યાં છે. એક્ઝિબિશનમાં તહેવારો તથા વેડીંગ કલેક્શનની વિશાળ રેન્જ જોવા મળશે. આ એક્ઝિબિશનમાં લેટેસ્ટ ડિઝાઇનર ફેસ્ટિવ એન્ડ વેડીંગના વિશિષ્ટ કલેક્શન છે, જેની કિંમત રૂ.૨૦૦થી ચાલુ થાય છે”
આ એક્ઝિબિશનમાં ખાસ રક્ષાબંધન કલેક્શન ,નવરાત્રી કલેક્શન, તહેવારો માટે કલેક્શન તથા વેડીંગ કલેક્શનની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. જેમાં એક્સક્લુઝિવ ફેસ્ટીવ અને વેડિંગ કલેક્શનને ડિઝાઇનર ગારમેન્ટ, વેસ્ટર્ન વેર, સિલ્ક સારી, બાંધણી, હોમ ડેકોર, કુર્તીસ, ડ્રેસ મટેરીઅલ્સ, મેન્સ વેર, કિડ્સ વેર, એન્ટીક, ફૅશન ઈમિટેશન જ્વેલરી, હેન્ડિક્રાફ્ટ સાડીઓ, વોલ ડેકોર , હેન્ડિક્રાફ્ટ, લખનવી ચિકન, પર્સ, એક્સેસરીઝ, હેલ્થ એન્ડ વેલનેસ, ફૅશન એસેસરીઝ, ગૃહ ઉદ્યોગ સ્નેક, ઓર્ગેનિક સોપ, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, ક્લે પ્રોડક્ટ્સ, ક્રૉકેટ બેગ, ટેરાકોટા, ગિફ્ટ આઈટમ, ચોકલેટ, લેધર આઈટમ, આર્ટીફીસીયલ ફ્લાવર્સ, કિચન સેફ્ટી, હેર એક્સેસરીઝ, વગેરેનો સમાવેશ થાય છે.