લંડન એરપોર્ટ-રેલ્વે સ્ટેશન પર ૩ બોંબ મળતા ચકચાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લંડન : લંડનમાં ત્રાસવાદી હુમલાની શંકાને લઇને પોલીસ વધારે સાવધાન થઇ ગઇ છે. લંડનના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ત્રણ નાના બોંબ મળી આવ્યા બાદ સુરક્ષા મજબુત કરવામાં આવી છે. ઉંડી તપાસ ચારેબાજુ કરવામાં આવી રહી છે. મળેલી માહિતી મુજબ બ્રિટનની ત્રાસવાદી વિરોધી પોલીસને એવી માહિતી મળી હતી કે હિથ્રો એરપોર્ટ, વાટરલુ સ્ટેશન અને સિટી એરપોર્ટ પર બોંબ છે. જ્યારે પોલીસ ત્યાં સુચના મળ્યા બાદ તપાસ કરવા માટે પહોંચી ત્યારે ત્રણ નાના નાના બેગમાં કેટલાક વિસ્ફોટક મળી આવ્યા હતા.

પોલીસે કહ્યુ છે કે હિથ્રો એરપોર્ટ પર તપાસ કરવામાં આવ્યા બાદ જ્યારે બેગ દેખાઇ ત્યારે તેને ખોલવામાં આવી હતી. જેમાં ક ડિવાઇસ મળતા તેમાં આગ નિકળી હતી. જા કે આ ઘટનામાં કોઇને ઇજા થઇ નથી. મેટ પોલીસ કાઉન્ટર ટેરરિઝમ  કમાન્ડ આ ઘટનાને એકબીજા સાથે જાડીને જુએ છે. એક બેગ હિથ્રો વિમાનીમથકે પણ મળી હતી. જ્યારે પેકેટ ખોલવામાં આવતા આગ નિકળતા આસપાસની ઇમારતને પણ ખાલી કરાવી લેવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યુ છે કે આ ઇમારત એરપોર્ટનો હિસ્સો નથી. જેના કારણે વિમાની સેવાને કોઇ અસર થઇ નથી. આ ઘટનામાં કોઇને ઇજા થઇ નથી.

બીજી બેગ સિટી એરપોર્ટ પર મળતા તેમાં પણ તપાસ કરવામાં આવી રહીલ છે. રેલવે સ્ટેશનની પાસે મળેલી બેગને ખોલવામાં આવી નથી. આ સંબંધમાં ઉંડી તપાસ ચાલી રહી છે. લંડન એરપોર્ટને વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકી એક તરીકે ગણવામાં આવે છે. બનાવના કારણે યાત્રીઓમાં ફફડાટ જાવા મળે છે. અત્રે નોંધનવીય છે કે હાલમાં ભારતમાં પુલવામા ખાતે ભીષણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો.

Share This Article