બીજી ટેસ્ટ – રોમાંચ અકબંધઃ લોડર્સ પર ઐતિહાસિક ટેસ્ટ જોવા મળી શકે છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોડર્સ:  જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી લોડ્‌ર્સના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે. બર્મિગ્હામ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ શ્રેણીમાં બરોબરી કરવી માટે ભારતીય ટીમ પર દબાણ વધી ગયુ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ મજબુત ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.બીજી ટેસ્ટની સાથે સાથે નીચે મુજબ છે.

  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ બર્મિગ્હામ ખાતે ઇંગ્લેન્ડે જીતી લીધા બાદ ભારતીય ટીમ પર દબાણ
  • પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીએ સદી કર્યા બાદ તેની પાસેથી જોરદાર દેખાવની આશા
  • લોડર્સના મેદાન ખાતે છેલ્લા ૬૬ વર્ષમાં કોઇ બેેટ્‌સમેન વાનુ માંકડના ૧૮૪ રનના રેકોર્ડને તોડી શક્યો નથી જેથી વિરાટ પર નજર
  • બંને ટીમો જોરદાર દેખાવ કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી તૈયારીમાં વ્યસ્ત હતી
  • ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ એલિસ્ટર કુક અને જોઇ રૂટના ભવ્ય દેખાવ પર વધારે આધારિત છે
  • બોલરોમાં ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ પર તમામની નજર રહેશે
  • ભારતીય ટીમ ઇતિહાસને ભુલીને જોરદાર દેખાવ કરવા તૈયાર છે
  • દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ તરીકેની પ્રતિષ્ઠા જેવો દેખાવ કરવા માટે ટીમ ઇન્ડિયા તૈયાર
  • વર્ષ ૨૦૧૪માં ભારતીય ટીમે છેલ્લે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતા
  • વર્ષ ૨૦૧૪માં ઇંગ્લેન્ડની ટીમે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ૩-૧થી જીતી હતી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં થયા બાદ તમામ ટેસ્ટ મેચોના પરિણામ આવ્યા હતા
  • છેલ્લે ધોનીના નેતૃત્વમાં કોહલી વર્ષ ૨૦૧૪માં ઇગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં બિલકુલ ફ્લોપ સાબિત થયો હતો
  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ ૧૧૮ ટેસ્ટ મેચો રમાઇ છે જે પૈકી ભારતે ૨૫ અને ઇંગ્લેન્ડે ૪૪ ટેસ્ટ મેચો જીતી છે. ૪૯ ટેસ્ટ મેચો ડ્રો જાહેર કરાઇ છે
  • ઇંગ્લેન્ડમાં બંને ટીમો વચ્ચે ૫૮ ટેસ્ટ મેચો રમાઇ છે જે પૈકી ભારતે છ અને ઇંગ્લેન્ડે ૩૧ ટેસ્ટ મેચો જીતી  છે. ૨૧ ટેસ્ટ મેચો ડ્રો થઇ છે
Share This Article