બીજી ટી-૨૦માં શ્રીલંકાને પરાજીત કરી ભારતે મેળવી જીત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બીજી ટી-૨૦માં શ્રીલંકાને પરાજીત કરી ભારતે મેળવી જીત

ઇન્દોર ખાતે રમાયેલ  ટી-૨૦ મેચની શ્રેણીની બીજી મેચમાં ભારતે વિજય મેળવી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં ભારતે શ્રીલંકા સામે ૮૮ રને વિજય મેળવ્યો છે.

આ મેચમાં ભારતીય ટીમે ખૂબ જ આક્રમક પ્રદર્શન કરી ૫ વિકેટે ૨૬૦ રનનો સ્કોર નોંધાવ્યા હતો. જેમાં રોહિત શર્માએ શાનદાર ૧૧૮ રન અને લોકેશ રાહુલએ ૮૯ રન બનાવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ હતું. રોહિત અને રાહુલે પ્રથમ વિકેટ માટે ૧૬૫ રન જોડ્યા હતા. રોહિત શર્માએ ૩૫ બોલમાં ૧૦૦ રન નોંધાવી ટી-૨૦માં સૌથી ઝડપી સદી નોંધાવી હતી.

૨૬૦ના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકન ટીમ ૯ વિકેટે ૧૭૯ (૧૭.૨ ઓવરમાં) બનાવી શકી હતી.  શ્રીલંકા તરફથી કુશલ પરેરાએ સર્વાધિક ૭૭ રન બનાવ્યા હતા. પરંતુ તેઓ લક્ષ્યાંક મેળવી શખ્યા ન હતા.

ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કરતા ૪૩ બોલમાં ૧૨ ફોર અને ૧૦ સિક્સના મદદથી ૧૧૮ રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે પણ શાનદાર પ્રદર્શન જાળવી રાખી ૪૯ બોલમાં ૫ ફોર અને ૮ સિક્સની મદદથી ૮૯ રન નોંધાવ્યા હતા. મહેન્દ્રસિંહ ધોનીએ પણ ૨૧ બોલમાં ૨૮ રન અ હાર્દિકે ૩ બોલમાં ૧૦ રન નોંધાવ્યા હતા.

ચહલે ૪ ઓવરમાં ૫૨ રન આપી ૪ વિકેટ મેળવી હતી, જ્યારે કૂલદીપે ૩, ઉન્ડકટે ૧ અને હાર્દિકે ૧ વિકેટ ઝડપી હતી.

Share This Article