અમદાવાદ ચેપ્ટર ઓફ ધ માઇનિંગ એન્જિનીયર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (MEAI) નાં 28મા સ્થાપના દિવસની ઉજવણી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : અમદાવાદ ચેપ્ટર ઓફ ધ માઇનિંગ એન્જિનીયર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (MEAI)એ 14 જૂન, 2024નાં રોજ એનો 28મો સ્થાપન દિવસ ઉજવ્યો હતો. 1997માં સ્થાપિત MEAI નાં અમદાવાદ ચેપ્ટરે 27 વર્ષની સીમાચિહ્ન સફર પૂર્ણ કરી છે અને ખાણખનીજ ક્ષેત્રમાં માપદંડો સ્થાપિત કર્યા છે. આ સત્ર પર વાર્ષિક પરંપરાને જાળવીને સ્મૃતિ વ્યાખ્યાનમાં ભારત સરકારનાં નીતિ આયોગનાં સલાહકાર (ઊર્જા) શ્રી રાજનાથ રામે ચેપ્ટરનાં સ્થાપક ચેરમેન સ્વ. શ્રી બી કે અનિતાને શ્રદ્ધાસુમન આપતું લેક્ચર આપ્યું હતું. આ પ્રસંગે એમઇએઆઈનાં પ્રમુખ શ્રી એસ એન માથુર, MEAI ઉપપ્રમુખ (III) શ્રી એલ એસ શેખાવત અને અમદાવાદ ચેપ્ટરનાં ચેરમેન શ્રી સ્વાગત રે તેમજ અન્ય સરકારી અધિકારીઓ, હિતધારકો અને MEAI પરિષદનાં સભ્યો ઉપસ્થિત હતાં.

The Ahmedabad Chapter of MEAI 28th Foundation Day

સ્મૃતિ વ્યાખ્યાન પછી મહત્વપૂર્ણ ખનીજો અને ખાણ ઉદ્યોગમાં એઆઈની ઉપયોગિતા પર કેન્દ્રિત એક ટેકનિકલ સત્રનું આયોજન થયું હતું. આ સત્રનો ઉદ્દેશ આ ક્ષેત્રોમાં અદ્યતન જાણકારી અને પ્રગતિ વિશે વ્યવસાયિકોને માર્ગદર્શન આપવાનો હતો, જેથી તેઓ ઔદ્યોગિક પ્રવાહો અને નવીનતાઓમાં આગળ રહે. MEAI નાં પ્રેસિડન્ટ શ્રી એસ એન માથુરે તેમનાં સંબોધનમાં MEAI સમગ્ર દેશમાં ખાણખનીજ ક્ષેત્રમાં કાર્યરત તમામ વ્યવસાયિકોને સેમિનારો, વર્કશોપ, તાલીમસત્રો અને અન્ય કાર્યક્રમો મારફતે તેમની જાણકારી અને કુશળતાઓ વધારવા કેવી રીતે મદદ કરે છે એનો ઉલ્લેખ કર્યો હતો.

Shri Rajnath Ram Advisor Energy NITI Aayog Government of India

આ પ્રસંગે અમદાવાદ ચેપ્ટરનાં ચેરમેન શ્રી સ્વાગત રેએ કહ્યું હતું કે, “આ ઉજવણી ખાણખનીજ ઉદ્યોગ અને સમાજ પર સકારાત્મક અસર કરવાની કટિબદ્ધતાની છે. શ્રેષ્ઠ રીતો, પર્યાવરણલક્ષી નેતૃત્વ અને સલામતીનાં ધારાધોરણોમાં મોખરી રહીને અમે ખાણખનીજની કામગીરીઓ માટે વધારે જવાબદાર અને કાર્યદક્ષ ભવિષ્યને આકાર આપવાની ધારણા ધરાવીએ છીએ.” સ્મૃતિ વ્યાખ્યાન અને ટેકનિકલ સત્ર પછી અમદાવાદ ચેપ્ટરની 28મી સાધારણ વાર્ષિક સભા યોજાઈ હતી, જેમાં ચેપ્ટરનાં વાર્ષિક પુરસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો.

Share This Article