કિક બોક્સિંગમાં ત્રણ મિનિટમાં 272 સ્ટ્રાઈક મારી એલ.પી. સવાણી વિદ્યાભવનની વિદ્યાર્થીની એ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

એલ. પી. સવાણી વિદ્યાભવન અડાજણ ખાતે અંગ્રેજી માધ્યમમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષની હીર ઉર્વીશ વાસણવાળાએ કિક બોક્સિંગ માં એક જ પગ પર ઊભા રહી ત્રણ મિનિટમાં 272 સ્ટ્રાઈક મારી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

હીરે ફીમેલ કેટેગરીમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.  માત્ર ત્રણ જ મિનિટમાં 272 સ્ટ્રાઈક કરીને તેણીએ લોકોને અચંબામાં મૂકી દીધા છે. દ્રઢ નિશ્ચય સાથે કરેલા પ્રયત્નોથી સફળતા મેળવી છે. હીરના આ રેકોર્ડ ની નોંધ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી છે અને હિરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

હિરની આ સિદ્ધિ બદલ શાળાના ચેરમેન શ્રી માવજી ભાઈ સવાણી, વાઇસ ચેરમેન શ્રી ધર્મેન્દ્ર સવાણીએ આત્મથી ભરપુર એવી વિદ્યાર્થીની હીર ઉર્વીશ વાસણવાલાનું સન્માન કર્યું હતું. શાળાને ગૌરવવંતુ સ્થાન અપાવનાર વિદ્યાર્થીનીને શાળા તરફથી ઉજવળ ભવિષ્યની શુભકામના તેમજ જીવનમાં વિદ્યાર્થીની ને  ખૂબ જ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

Share This Article