ભીલવાડા : રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના એકબીજા પર પ્રહારો જારી છે. ભીલવાડામાં ચૂંટણી જનસભાને સંબોધતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. જનસભામાં નરેન્દ્ર મોદીએ ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે કરવામાં આવેલા આતંકવાદી હુમલાને લઇને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારત ૨૬-૧૧ના હુમલાને ભુલી શકે નહીં. અમે યોગ્ય તકની શોધમાં છે. જનસભાને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી ઉપર પણ મોદીએ પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે ૨૬મી નવેમ્બરની તારીખ આજે છે અને દિલ્હીમાં હુમલા વેળા મેડમનુંશાસન ચાલતું હતું રિમોટ કંટ્રોલથી સરકાર ચાલી હતી.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી. મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ અને દિલ્હીમાં પણ કોંગ્રેસની સરકાર હતી. તે વખતે ત્રાસવાદીઓએ હુમલો કરીને અમારા દેશના નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. એ ભીષણ ઘટનાને આજે ૧૦ વર્ષ પુરા થયા છે. જ્યારે મુંબઈમાં આતંકવાદી ઘટના ઘટી હતી ત્યારે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો. તે વખતે આતંકવાદની ઘટનાની કોઇ ટિકા પણ કરતા હતા તો રાજદરબારી એવી રીતે ઉછળી પડતા હતા જાણે તેમના જ કોઇ લોકો હતા. કોંગ્રેસના લોકો કહેતા હતા કે, આ યુદ્ધ છે. પાકિસ્તાને હિન્દુસ્તાન ઉપર યુદ્ધ છેડી દીધું છે. મોદીએ કહ્યું હતું કે, તે વખતે કોંગ્રેસના લોકો કહેતા હતા કે, તેઓ રાજનીતિ કરી રહ્યા છે. દિલ્હી સરકારના હાથ મજબૂત કરવા જાઇએ. કોંગ્રેસના લોકો તે વખતે મોટા મોટા ઉપદેશ આપી રહ્યા હતા. રાજદરબારી કોંગ્રેસની કથાને વાંચતા હતા. મુંબઈમાં એટલી મોટી આતંકવાદી ઘટના ઘટી ગઈ પરંતુ કોંગ્રેસને ચૂંટણી જીતવાની ચિંતા હતી. કોંગ્રેસ તે વખતે દેશભÂક્તના પાઠ ભણાવી રહી હતી જ્યારે દેશના જવાનોએ ત્રાસવાદીઓને ઘરમાં ઘુસીને સર્જિકલ હુમલા કર્યા ત્યારે કોંગ્રેસના લોકો પુરાવા માંગી રહ્યા હતા. એક અખબારે લખ્યું હતું કે, ટ્રકો ભરી ભરીને લાશો લઇ જવી પડી હતી. દુશ્મનને તેના ઘરમાં ઘુસીને મારવામાં આવ્યા હતા. દરેક હિન્દુસ્તાનીને તે વખતે ગર્વ થયો હતો. તે વખતે કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો કે સર્જિકલ હુમલા થયા છે કેમ તેના પુરાવા આપો. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ મુજબ દેશના જાંબાઝ જવાનો હાથમાં કેમેરા લઇને જાય તેમ છે. આ રાજદરબારી કોંગ્રેસીઓથી વધારે સક્રિય થયેલા છે. મોદીએ કહ્યું હતું કે, પહેલા બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી, જમ્મુ, અમદાવાદમાં બ્લાસ્ટ થતા રહેતા હતા પરંતુ અમે આતંકવાદ સામે એવી લડાઈ લડી ચુક્યા છીએ કે, ત્રાસવાદીઓને કાશ્મીરી ધરતી બહાર નિકળવાનું મોંઘુ પડી રહ્યું છે.
ત્રાસવાદીઓને મોત સામે દેખાઈ આવે છે. મોદીએ જનસભાની શરૂઆતમાં કહ્યું હતું કે, ભારત ક્યારે પણ હુમલાને ભુલી શકે નહીં. અમે યોગ્ય તકની શોધમાં છીએ. કાનૂન કાયદાની રીતે કામ કરશે. તેઓ દેશવાસીઓને કહેવા માંગે છે કે, એકબાજુ આતંકવાદ અને બીજી બાજુ માઓવાદ આ સમસ્યા હવે ખતમ થવા આવી છે. માઓવાદ અને આતંકવાદીઓની કમર તોડી પાડવામાં આવી છે. લોકશાહીમાં હિંસાને કોઇ સ્થાન હોતું નથી. જમ્મુ કાશ્મીરમાં પણ અમે ચૂંટણી કરાવી રહ્યા છીએ. આતંકવાદીઓએ ધમકી આપી હતી કે, જા કોઇ વ્યક્તિ મત આપવા જશે તો તેની આંગણી કાપી નાંખવામાં આવશે પરંતુ શ્રીનગરમાં ત્રણ તબક્કામાં પંચાયતની ચૂંટણી થઇ હતી. ૭૦થી ૭૫ ટકા મતદાન થયું હતું. ત્રાસવાદીઓનો ખાત્મો કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા મોદીએ ચૂંટણીમાં વિકાસની વાત કરી હતી. આગામી સરકારની વાત કરી હતી. ૨૦૧૪માં જ્યારે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા ત્યારે ખાતરી આપી હતી કે, ખુબ મહેનત કરીને પરિણામ લેવામાં આવશે. ત્યારે પણ કોઇ રજા લીધી નથી. ચાર પેઢી સુધી શાસન કરનાર લોકો ચાર વર્ષના હિસાબ માંગી રહ્યા છે. ગ્રામિણ વિસ્તારોમાં શૌચાલયની સુવિધા ૪૦ ટકા પણ ન હતી. ચાર વર્ષમાં આજે ૯૫ ટકા સુધી કામ થયું છે. કેન્દ્રની યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, લોકો પાસે નહીવત જેવી સુવિધા હતી. ગેસ સિલિન્ડરને લઇને લોકો પરેશાન રહેતા હતા. તેમણે ઉમેર્યું હતું કે, અમે ગ્રામિણ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપી રહ્યા છીએ.મોદીએ એમ પણ કહ્યું હતું કે, કેટલાક લોકો હવે તેમની માતાના નામ ઉપર પણ આક્ષેપબાજી કરી રહ્યા છે. આજે દિલ્હીમાં રહેલી સરકાર રાજસ્થાનની સેવા કરવામાં લાગેલી છે.