બીજાપુર : છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ની ઘટના બની હતી જેમાં સુરક્ષા દળોએ બીજાપુરમાં ૧૮ અને કાંકેરમાં ૪ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
સુરક્ષા દળોની એક ટીમ બીજાપુર અને દાંતેવાડાની સરહદ પર આવેલા ગંગલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી પર નીકળી હતી. આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ટીમે બે અલગ અલગ કાર્યવાહીમાં ૨૨ નક્સલીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોની ટીમે બીજાપુરમાં ૧૮ અને કાંકેરમાં ૪ નક્સલીઓને ઠાર માર્યા છે. જ્યારે ઓપરેશન દરમિયાન એક સૈનિક પણ શહીદ થયો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ૧૭ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. બીજાપુરના પોલીસ અધિક્ષક (એસપી) જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે, ‘બીજાપુર જિલ્લામાં ૧૭ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારા તમામ નક્સલીઓ પ્રતિબંધિત નક્સલી સંગઠનની ગંગાલુર એરિયા કમિટીમાં વિવિધ હોદ્દાઓ પર સક્રિય હતા.‘