સમગ્ર ભારતમાં ૨૧મી મેના રોજ ‘આંતકવાદ વિરોધી દિવસ’ મનાવવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભા ખાતે સવારે ૧૧.૦૦ કલાકે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને આંતકવાદ વિરોધની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
અધ્યક્ષ દ્વારા આ પ્રસંગે જણાવાયું હતું કે, વિશ્વના કોઈ પણ વિસ્તારમાં આંતકવાદ અને હિંસાને કોઈ સ્થાન હોતુ નથી. આંતકવાદ અને હિંસાના કારણે તેની ભયજનક-ગંભીર અસર લોકમાનસ પર પડે છે. વધુમાં આંતકવાદ અને હિંસાની અસરો વિશે વિસ્તૃત સમજ પણ અધ્યક્ષ દ્વારા આપવામાં આવી હતી.