ભારતમાં યોજાનારી G-૨૦ સમિટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ ગુરુવારે અહીં આસિયાન સમિટને સંબોધિત કરતા કહ્યું કે, એક્ટ ઈસ્ટ પોલિસી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાને કહ્યું કે અમારી (ભારત-ઇન્ડોનેશિયા) ભાગીદારી તેના ચોથા દાયકામાં પહોંચી ગઈ છે. આ સમિટની સહ અધ્યક્ષતા કરવી મારા માટે સન્માનની વાત છે. હું ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જાેકો વિડોડોને આ સમિટનું આયોજન કરવા બદલ અભિનંદન આપવા માંગુ છું.”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વર્ષની થીમ ASEAN મેટરઃ એપિસેન્ટર ઓફ ગ્રોથ છે. તેમણે કહ્યું કે આસિયાન મહત્ત્વનું છે કારણ કે અહીં દરેકનો અવાજ સંભળાય છે અને આસિયાન વિકાસનું કેન્દ્ર છે કારણ કે વૈશ્વિક વિકાસમાં આસિયાન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગયા વર્ષે અમે ભારત-આસિયાન મિત્રતા દિવસની ઉજવણી કરી હતી અને તેને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરી હતી. વન અર્થ,વન ફેમિલી અને વન ફયુચરનો મંત્ર તેમણે આપ્યો હતો. એસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ ભારત સમિટ માટે ગુરુવારે સવારે ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે આગમન સમયે ભારતીય ડાયસ્પોરા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ. વડાપ્રધાન ભારતીય ડાયસ્પોરાને મળ્યા, જેમણે પીએમ મોદીનું ફૂલો અને ધ્વજ વડે સ્વાગત કર્યું. વડાપ્રધાનને જકાર્તામાં ભારતીય ડાયસ્પોરાના કેટલાક લોકો સાથે સંક્ષિપ્તમાં વાતચીત કરતા પણ જાેવામાં આવ્યા હતા. તે બાળકની ટોપી સુધારતો પણ જાેવા મળ્યો હતો. ભારતીય લોકોએ મોદી સાથે સેલ્ફી પણ લીધી હતી.