અમદાવાદ: જેમ એન્ડ જવેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ ઇન્ડસ્ટ્રીઝમાં અનોખી અને નોંધનીય સિધ્ધિ હાંસલ કરનારા ૨૧ મહાનુભાવોનું તા.૨ જી ઓકટોબરના રોજ બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ખાસ સન્માન કરાયું હતું. જેમ એન્ડ જવેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (જીજેટીસીઆઇ) દ્વારા અમદાવાદમાં છઠ્ઠી એડિશન – એકઝિલન્સ એવોર્ડમાં ઇન્ડસ્ટ્રીના વિવિધ આગેવાનો, ક્રાફ્ટ્સમેન, મેન્યુફેક્ચર્સ, રિટેઈલર્સ , માર્કેટિંગ,ડિઝાઇનિંગ અને બ્રાન્ડિંગ સાથે જોડાયેલા મહાનુભાવોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા, રાજયના શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, ગૃહરાજયમંત્રી પ્રદીપ સિંહ જાડેજા સહિતના અતિથિઓ અને મહાનુભાવો વિશેષ પ્રકારે હાજર રહ્યા હતા.
આ એવોર્ડ સમારોહ ને વધુ યાદગાર બનાવવા માટે તેમ જ રત્ન અને જ્વેલરી ઉદ્યોગમાં મોટા પાયે યોગદાન આપનાર લોકોને જીજેટીસીઆઇ દ્વારા મહાત્મા ગાંધી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. જેમ એન્ડ જવેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શાંતિભાઈ પટેલ છેલ્લા ૪૦ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે અને તેઓ નવતર પ્રયોગો અને આયોજનો કરીને ઇન્ડસ્ટ્રીને વિકાસની ગતિમાં આગળ વધારી રહ્યા છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે,દરેક ઇન્ડસ્ટ્રીના વિકાસની સાથે રાજ્યનો વિકાસ જોડાયેલો છે. આ કાર્યક્રમનો આશય પણ રાજ્યના વિકાસમાં સહભાગી થવાનો છે. ઇન્ડસ્ટ્રીના લોકોને પ્રોત્સાહન મળે તે ઉપરાંત રાજ્યના હેન્ડીક્રાફ્ટ આર્ટનો પ્રચાર પણ આવા કાર્યક્રમો થકી થાય છે.
આ વર્ષે ઇન્ડસ્ટ્રીના વિવિધ ૨૧ મહાનુભાવોને સન્માનિત કરાયા છે. વર્ષ ૨૦૦૨માં સ્થપાયેલા આ કાઉન્સીલ દ્વારા એજ્યુકેશન, સોશિયલ કાર્યક્રમોની સાથે ટ્રેડના પ્રશ્નો નિવારણ અને સરકાર સાથે વાટાઘાટો કરીને વિવિધ મુદાઓની રજુઆત કરવા જેવા અનેક કાર્યક્રમો રાજ્ય અને રાજ્યની બહાર પણ કરવામાં આવે છે. શાંતીભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત ડાયમંડ મેન્યુફેક્ચરિંગનું હબ છે. તે ઉપરાંત કુંદન જવેલરી, ગોલ્ડ અને સિલ્વર જવેલરીનું પણ હબ છે. સાતથી આઠ લાખ ક્રાફ્ટ્સમેન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. ડોમેસ્ટ્રીક માર્કેટ ઉપરાંત એક્સપોર્ટમાં પણ ઇન્ડસ્ટ્રીનો સિંહફાળો છે. ત્યારે સતત આ પ્રકારના આયોજનો ઇન્ડસ્ટ્રીને વેગવતી રાખે છે.
આ કાર્યક્રમમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઇ, પુણે, બેંગલુરુ , જયપુર જેવા શહેરોના પ્રતિનિધિઓને ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સન્માનિત કરાયા હતા. કેન્દ્રીય, રાજ્યના મંત્રીઓ, જવેલરી ઇન્ડસ્ટ્રીના અગ્રણી સહિતના મહાનુભાવો સમારંભમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એવોર્ડ સમારંભની શોભા વધારી હતી. જેમ એન્ડ જવેલરી ઉદ્યોગનું ભાવિ ઉજળુ હોવાના સંકેતો પણ સમારંભ દરમ્યાન જાવા મળ્યા હતા.