ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન(ગેમી) દ્વારા ૧લી માર્ચના રોજ ૨૦મા ગેમી ડેની ઉજવણી કરાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પર્યાવરણની સમસ્યાના નક્કર અને કાયમી ઉકેલ માટે કાર્યરત ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન(ગેમી) દ્વારા પર્યાવરણીય વિચારધારાના લક્ષ્ય સાથે આગામી તા.૧લી માર્ચ-૨૦૧૮ના રોજ ૨૦મા ગેમી ડેની ઉજવણી કરવામાં આવશે. ભાટ, ગાંધીનગર ખાતે બપોરે ૨ થી ૬ દરમિયાન ગેમી ડેની ઉજવણી સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારના પ્રથમ લક્ષ્ય પર્યાવરણીય સુરક્ષા અને જાગૃતિના સિદ્ધાંતને પરિપૂર્ણ કરવાની કામગીરીમાં હંમેશા સાથે રહી ક્લાઈમેટ ચેન્જ માટે જવાબદાર પરિબળો, ઊર્જા સ્ત્રોત અને તેની પર્યાવરણ પર અસર તથા પાણી સંશોધનમાં રહેલ વર્તમાન પડકારો-પ્રદૂષણ જેવી બાબતો વિશે ગેમી દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે છે. તદુપરાંત બાયોમોનિટરિંગ, બાયો સેન્સર ડેટા એનાલિસિસ, ઈમેજ પ્રોસેસિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-પાર્યાવરણ પ્રબંધની નવી વિચારધારા બાબતે પણ આ સંસ્થા દ્વારા વૈશ્વિક તજજ્ઞો સાથે પરામર્શ કરી સઘન કામગીરી કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં ગેમી ડેની ઉજવણી સંદર્ભે થીમ પ્રેઝન્ટેશન, વાર્તાલાપ તથા ગેમીના પ્રકાશનોનું વિમોચન કરવામાં આવશે.

 

 

Share This Article