મુંબઇઃ શેરબજારમાં આજે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૦૭ પોઇન્ટ ઉછળીને ૩૭૮૫૨ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭૯ પોઇન્ટ ઉછળીને ૧૧૪૩૫ની ઉંચી સપાટી પર રહ્યો હતો. ફાર્મા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ફાયનાન્સિયલ શેરમાં જોરદાર તેજી રહી હતી.
ચાવીરૂપ શેરની વાત કરવામાં આવે તો માર્કેટ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બે ટકાનો સુધારો રહ્યો હતો. સન ફાર્માના શેરમાં સાત ટકાનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો. સનફાર્માના શેરમાં ઉલ્લેખનીય ઉછાળો રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં એક ટકાની આસપાસનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
વિશ્વના શેરબજારમાં પણ રિવકરી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસના પ્રસંગે બુધવારના દિવસે શેરબજારમાં રજા રહેશે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે. સ્કાઈમેટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ વર્ષની મોનસૂનની આગાહીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સામાન્ય કરતા ઓછા વરસાદ રહેશે.